વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આજે  સ્વૈચ્છીક મહારકતદાન શિબિરનું લગભગ ૧૫૦૦ બોટલનું રેકોર્ડ બ્રેક રકતદાન

Spread the love

અમદાવાદ

લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩માં જન્મદિવસની ઉજવણી નિમિતે, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આજરોજ તા.૧૬.૦૯.૨૦૨૩ શનિવારના રોજ સ્વૈચ્છીક મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં વસાહતના ઉદ્યોગકારો તથા કામદારો અને કર્મચારીઓ દ્વારા લગભગ ૧૫૦૦ બોટલ જેટલું રક્ત એકત્રીત કરવામાં આવેલ છે અને હજુ રક્તદાન ચાલુ છે.૧૫૦૦ બોટલ જેટલું બ્લડ કલકેશન ગુજરાતનાં ઈતિહાસમાં કોઈપણ ઔધ્યોગિક વસાહત દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું રક્તદાન હશે. વટવા એસોસિએશન દ્વારા સને ૨૦૨૨ માં પણ ૧૩૨૦ બોટલ બ્લડ કલેકશન કરવામાં આવેલ હતું અને આ વર્ષે એનાથી વધુ કરવાની નીમ રાખેલ હતી.વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આ મહારકતદાન, ગુજરાતનાં પનોતા પુત્ર અને ભારતના યશશવી પ્રધાનમંત્રી, માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના 73 માં જન્મદિવસ ઉપર સમર્પિત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com