આપણા રાજ્યમાં એવા કેટલાય પિકનિક સ્પોટ્સ આવેલા છે જે જોવા જેવા હોય પરંતુ બહુ જાણીતા નહીં હોવાને કારણે આ સ્થળોની મુલાકાતે લોકો ભાગ્યે જ જતાં હોય છે આવી જ એક કુદરતના સાનિધ્યમાં આવેલ જગ્યા એટલે ચોમેરનો ધોધ.
‘નાયગ્રા‘ ધોધ તરીકે ઓળખાય છે આ ધોધ
ચીમેર ધોધ ડાંગ જીલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આવેલો છે. ધોધની સોંદર્યતાને લીધે તે ‘ગુજરાતનો નાયગ્રા’ તરીકે ઓળખાય છે. આ ધોધ આશરે 300 ફૂટની ઉંચાઇથી સીધો નીચે પડે છે. ચોમાસામાં પાણી વધતા તે સુંદર લાગે છે. નોંધનીય છે કે, આ ધોધની આસપાસ રહેલ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીનું મન મોહી પડે છે.
ચીમેરથી માત્ર 16 કિલોમીટરના અંતરે આવેલું છે ઐતિહાસિક સ્થળ શબરીધામ
અહીં કુલ ચાર ધોધ નીચે પડે છે. તેમાંનો ચીમેર ધોધ મુખ્ય છે. ચોમાસામાં આ ધોધની ભવ્યતા વધી જતી હોય છે. ચીમેરથી અંદાજિત 16 કિમી. દૂર ચમકડોંગરના પર્વત પર આવેલું શબરીધામ નામનું પ્રમાણમાં ઓછું જાણીતું સ્થળ પણ જોવા જેવું છે. રામભક્ત શબરીએ ભગવાન રામને એંઠાં બોર આ જગ્યાએ જ ખવડાવ્યાં હતાં. ચીમેરથી છ કિમી. દૂર નિશાના ગામે બીજો એક સુંદર મજાનો ધોધ આવેલો છે.
સાપુતારા બન્યું છે આકર્ષણનું કેન્દ્ર
વરસાદની મોસમમાં ડાંગ જિલ્લામાં જ્યારે વૃક્ષો લીલાછમ અને ચોતરફ હરીયાળીના નયનરમ્ય દ્રશ્યો જોવાની મજા જ કાંઇક અલગ હોય છે. ખાસ કરીને પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લાનું પ્રવાસન સ્થળે સાપુતારા આકર્ષણનું કેન્દ્ર બને છે. હાલ આ સ્થળે મોનસુન ફેસ્ટિવનું આયોજન રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કરાવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લાના ફરવા લાયક સ્થળો
ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારાના સુપ્રસિદ્ધ ગિરા-ગિરી, ગિરિમાળ ધોધથી માંડીને સૌરાષ્ટ્રના જામવાલા નજીકના જામજીર ધોધ, ગુજરાતનો નાયગ્રા ગણાતો ચીમેર, બરડા, હાથણી માતાનો ધોધ, દક્ષિણ ગુજરાતના ધરમપુરની વિલ્સન હિલ્સ નજીક આવેલો શંકર વોટર ફોલ નિનાઈ, ઝરવાણી અને ગૌમુખ ધોધ વગેરે પાણી પેશનર્સમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.