ગુજરાતમાં વિદ્યાર્થીઓ, સરકાર અને શાળા સંચાલક વચ્ચે ચાલી રહેલા ફી ઉઘરાવવાના વિવાદને લઈને હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કૅ શાળા માત્ર ટ્યુશન ફી જ ઉધરાવી શકશે. તેમજ હાઈકોર્ટે સરકાર અને સંચાલકોને વાલીઓને ફી મુદ્દે હપ્તા કરી આપવાની પણ ટકોર કરી હતી, જેમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને ન્યાયાધીશ જે બી પારડીવાલા ની બેચે નોંધ્યું છે કે, જરકુલોને તેમના સ્ટાફના પગારની કામગીરી કરવા અને ચૂકવણી કરવા માટે અમુક રકમની જરૂર હોય છે, પરંતુ એ યાદ રાખવું પણ મહત્વપૂર્ણ છે કે હાલના સમયે તમામ પાર્થિક રીતે સ્થિર નથી. અદાલતે નોંધ્યું કે વાયરસ માત્ર આરોગ્યની સ્થિરતા સાથે આર્થિક અસ્થિરતા પણ લાવી દીધી છે તેજ હજારો લોકોએ નોકરી ગુમાવી છે. હજારો લોકોના પગારમાં કાપ મૂકવા આવ્યા છે તેમજ આપણે એવી સ્થિતિમાં છીઍ 3 જયો કોઈની દુર્દશાને અવગણી શકાય નહીં.
ગુજરાતમાં ૨૪ વર્ષથી એકહથ્થુ શાસન કરવાનું કારણ પણ વિકાસ છે. રોડ રસ્તા, લાઈટો, સર્કલ આ તમામ સુવિધા આ સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં લાખો નહીં પણ કરોડોની ગ્રાન્ટ આપી રહી છે ત્યારે ઘણા લોકો લાખને ૨૦ હજારમાં કઈ રીતે ફેરવવા તેવા તુક્કો લગાવીને ભ્રષ્ટાચાર આદરી લેતા હોય છે. ગામનો વિકાસ થાય પણ ખરેખર જે નાણાં ગ્રાન્ટના આવ્યા હોય તે તમામ કંજૂસાઈ અને ભ્રષ્ટાચાર કે ખાયકી વગર વાપરવામાં આવે તો ગામડું ઝડપભેર નંદનવન બની જાય ત્યારે ગામના થવું હોય તે થાય પણ અમારું ઘર ભરાય તેવા મનના માનવી વર્ષો સુધી ગામનો વિકાસ કે પાંચ વર્ષમાં થવો જોઈએ તે ૨૦ વર્ષે પણ થતો નથી ત્યારે ઘણીવાર ભ્રષ્ટાચારમાં નાની ભૂલ હોય તો ઠીક છે પણ મીંડી નહીં પણ મીંડી ની ભૂલો નીકળે એટલે પ્રજાને પણ ધ્યાનમાં આવી જાય. પ્રાપ્ત સુત્રો તથા માહિતી અનુસાર રૂપાલ ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરાનું કામ કલોલની એક કંપનીને સોંપાયું હતું ત્યારે ૮ મહિનાનું બિલ અધધધ.. 4,94,974 મૂકીને આ બિલ ચકાસણી કર્યા વગર પાસ કરી દેવામાં આવ્યું છે ત્યારે ૮ કેમેરા લગાવવાનો ખર્ચ ૧ લાખથી પણ નીચે જાય છે ત્યારે આ સંદર્ભે રૂપાલ ગામના સદસ્ય શ્રધ્ધાબેન પટેલ દ્વારા તા.૨૪ જુલાઈના રોજ જિલ્લા વિકાસ અધિકારી એવા જિલ્લા પંચાયતને લેખિતમાં પત્ર લખીને રૂપાલ ગામના સીસીટીવી કેમેરામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું અને જે દેઢ શંકા છે તે ન્યાયના હિતમાં યોગ્ય તપાસ કરવાનો પાઠવેલ છે.