વેનેઝુએલામાં એક વિશાળ ગગનચુંબી ઈમારત છે, જેને ટાવર ઓફ ડેવિડના નામથી ઓળખવામાં આવે છે. આ બિલ્ડિંગ હવે એ હજારો વેનેઝુએલાઈ લોકોનું ઘર બની ગઈ છે, જેમની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. હવે આ બિલ્ડિંગને વર્લ્ડ ટોલેસ્ટે સ્લમ એટલે કે, દુનિયાની સૌથી ઊંચી ઝૂંપડપટ્ટી કહેવાય છે. આ બિલ્ડિંગ તેમાં રહેતા હજારો બેઘર લોકો માટે બુર્જ ખલીફાથી કમ નથી.
ડેવિડ ઓફ ટાવરનો ઈતિહાસ? દ સનના રિપોર્ટ અનુસાર, આ બિલ્ડિંગનું બાંધકામ 1990માં શરુ થયું હતું. જેને શરુઆતમાં એક મેગા ફાઈનાન્સિયલ સેન્ટર તરીકે બનાવવામાં આવ્યું હતું. 1993માં આ બિલ્ડિંગના બાંધકામમાં પૈસા લગાવનારા મુખ્ય રોકાણકારનું મોત થઈ ગયું. આખરે સરકારે આ બિલ્ડીંગને કબ્જામાં લીધી. પણ તેનું કામ પુરુ કરવામાં નિષ્ફળ રહી, આ બિલ્ડીંગ 45 માળની છે.
વેનેઝુએલામાં લોકો પાસે રહેવા માટે ઘરોની ખૂબ જ શોર્ટેઝ છે. આ કારણે હજારો લોકો બેઘર છે. સમયની સાથે આ બિલ્ડીંગ બેઘર લોકો અને ક્રિમિનલ્સનો અડ્ડો બની ગઈ. અલ નીનો અથવા દ બોયના નામથી એક ક્રિમિનલે બિલ્ડીંગને પોતાના કબ્જામાં લઈ લીધી. તેણે આ બિલ્ડીંગમાં રહેતા 3000 લોકો પર કઠોરતાથી શાસન કર્યું. જે કોઈ પણ તેનો વિરોધ કરતા હતા, તેને કાપી અને ટાવરની છત પરથી નીચે ફેંકી દેવામાં આવતા હતા. આમ આવી રીતે તે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો માટે રાજા તરીકે કુખ્યાત થયો.
1998માં દેશના રાષ્ટ્રપતિ હ્યૂગો ચાવેજે ગરીબોને ખાલી ઈમારત પર કબ્જો કરવા માટે અને તેના પર દાવો કરવા માટે પ્રોત્સાહન આપ્યું. ત્યાર બાદ લોકોએ રહેવા માટે વીજળી અને પાણી જેવી તમામ જરુરી સુવિધાઓને બિલ્ડીંગમાં વિકસિત કરી. હાલમાં આ બિલ્ડીંગમાં 3000 હજારથી વધારે લોકો રહે છે. આ બિલ્ડીંગમાં જિમ, બેકરી અને ગ્રોસરી જેવી કેટલીય દુકાનો આવેલી છે.
2014માં સરકારે લોકોને બિલ્ડીંગમાંથી બહાર હાંકી કાઢવાનું શરુ કર્યું. કારણ કે તેમણે ઝૂંપડપટ્ટી ટાવરને ધ્વસ્ત કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી. જો કે, લોકોના વિરોધના કારણે આવું થઈ શક્યું નહીં. હવે સરકારે આ દિશામાં ફરીથી કામ કરી રહી છે. કરાકસના મંત્રી અર્નેસ્ટો વિલેગાસે કહ્યું કે, ઈમારતને ખાલી કરવાનો આદેશ એટલા માટે આપ્યો છે કેમ કે, ઈમારત ગંદી અને અસુરક્ષિત હતી અને તેમાં બાળકો નીચે પડતા મોત થઈ ગયા હતા. તેમ છતાં પણ લોકો આ બિલ્ડીંગ છોડવા માટે તૈયાર નથી.