પૂ. મુકતાનંદબાપુનાં અધ્યક્ષસ્થાને મળેલ સંત સંમેલનમાં સનાતન ધર્મને બચાવવા સંતો-મહંતોએ આગ ઝરતા પ્રવચનો કર્યા

Spread the love

જુનાગઢ ભવનાથ તળેટીમાં ગોરક્ષક આશ્રમ ખાતે યોજાયેલા સંત સંમેલનમાં ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છનાં સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સાળંગપુરમાં ધાર્મિક લાગણી દુભાવવાનો મુદ્દો ઉછળ્યો હતો. સનાતન ધર્મની રક્ષા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. અલગ અલગ છ સમિતિની રચના કરવામાં આવી હતી. આજે સવારે 10 કલાકે શરૂ થયેલી બેઠકમાં શેરનાથ જગ્યાના મહંત શેરનાથ બાપુ ગુરુ ગોરખનાથ આશ્રમ ખાતે સનાતન ધર્મની બેઠક બોલાવાઈ છે.

જેમાં વિવિધ કમીટીઓની રચના તેમચ ચાર મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. સનાતન ધર્મની કમીટીમાં ગુજરાતના સંતોને સામેલ કરવા, સત્ય સંશોધન કમીટીની રચના કરવામાં આવશે.

જેમાં વિદ્વાન સંતો, આચાર્યોનો સમાવેશ કરવો, ત્રીજો મુદો મીડીયા કમીટીની રચના કરવી જયારે કોઈ ધર્મ વિષે સંપ્રદાય વિશે કોઈ અભદ્ર ટીપ્પણી કરતા હોય તેની સામે કઈ રીતે કામ કરવું અને નવી સમિતિમાં કોણ કોણ નવા સંતોને સામેલ કરવા જુની કમીટીમાં સુધારા વધારા કરવા સંતોની રેલી ઉપરાંત સાહીત્યોમાં અનેક ખોટા લખાણો દુર કરાવવા કાયદાકીય લડત આપવી તાજેતરમાં હનુમાનજી દાદા સારંગપુર ખાતે હનુમાનજીને સ્વામીનારાયણની સામે હાથ જોડી પગે લગાડતા ફોટા ચીત્રો હનુમાનજીના કપાળમાં સ્વામીનારાયણ તીલક વિગેરે વિવિધ બાબતો અંગે દેશાવરમાંથી આવેલા સંતો પોત પોતાના અભિપ્રાયો રજુ કરશે. બાદ કમીટીઓની અલગ અલગ રચના કરી આગામી સમયમાં કઈ રીતે કઈ રણનીતિથી આગળ વધવું તેની ખુલ્લી ચર્ચાઓ આ બેઠકમાં થઈ રહી છે. પૂ. મુકતાનંદબાપુનાં અધ્યક્ષસ્થાને મળેલ સંત સંમેલનમાં સનાતન ધર્મને બચાવવા સંતો-મહંતોએ આગ ઝરતા પ્રવચનો કર્યા હતા.

સનાતન ધર્મની રક્ષા માટે રચાયેલી કમીટીમાં અધ્યક્ષ તરીકે દ્વારકાધીશ જગતગુરૂ શંકરાચાર્યની વરણી તેમજ અન્ય સંતો-મહંતોનો સમિતિમાં સમાવેશ કરાયો હતો. આ સંત સંમેલનમાં ઉપસ્થિત ખોડલધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ ટેકો જાહેર કર્યો હતો. સનાતન ધર્મની રક્ષા કાજે લડતા સંતો-મહંતો સાથે ખોડલધામ પડખે ઉભુ રહેશે તેવું એલાન જાહેર કરાયું હતું. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી આવેલ સંતો-મહંતોએ એક હાથમાં માળા બીજા હાથમાં ભાલા હવે વધુ સહન નહીં થાય તેમ જણાવી સનાતન ધર્મના અપમાન સામે લડત લડવા આહવાન કર્યુ હતું. દેશની યુનિ.ના અભ્યાસક્રમમાં સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકો દુર કરવાની માંગણી ઉઠાવી હતી.

આ સંમેલનમાં સનાતન સંરક્ષણ સમિતિ, મીડિયા સમિતિ, કાનુની સમિતિ સહિત છ પ્રકારની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિઓમાં મહામંડલેશ્ર્વર બિલેશ્ર્વરાનંદજી, પૂ. શેરનાથબાપુ, કરશનદાસબાપુ (પરબ ધામ), કલીરામ બાપુ, ગજેન્દ્રદાસ (રાજુલાવાળા), કંચનબા, બાનુબા (મઢડા), માયાભાઇ આહિર (લોક સાહિત્યકાર) રઘુબાપુ, કેશવનંદજી (દ્વારકા), દિલીપબાપુ (જગન્નાથપુરી અમદાવાદ), તિર્થનાનંદજીબાપુ, કિશોરબાપુ (લીંબડી) વગેરેનો સમાવેશ કરાયો હતો. ટુંક સમયમાં સમિતિનું રજીસ્ટ્રેશન કરાવી તેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે રહેશે. સંત સંમેલનમાં કથાકાર પૂ. મોરારીબાપુએ સંદેશો પાઠવી ટેકો જાહેર કર્યો હતો. ખોડલધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ પણ ટેકો જાહેર કર્યો હતો. સંત સંમેલનમાં અનેક સંતો-મહંતો આક્રમક મુડમાં સનાતન ધર્મને બચાવવા તેજાબી પ્રવચનો કર્યા હતા.

સનાતન અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે કેટલાંક દિવસોથી ચાલતા ધાર્મિક વિવાદ વચ્ચે આજે સવારથી જુનાગઢમાં સાધુ-સંતોનુ વિશાળ સંમેલન યોજાયુ હતું. આ પૂર્વે સાધુ સંતોએ લેઉવા પટેલ સમાજનાં ધર્મસ્થાનક બની ગયેલા ખોડલધામમાં દર્શન કર્યા હતા. ખોડલધામમાં આગેવાનોએ સાધુ સંતોને આવકાર્યા હતા. સનાતન ધર્મની રક્ષા માટે કાયમ સંગઠીત-એક રહેવાની હાકલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com