પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તેના ભાજપાના સેવા પખવાડિયા અંતર્ગત તા. ૨૪ સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા તમામ ૧૧ વોર્ડમાં વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. જે અંતર્ગત વોર્ડ ૧ માં વોર્ડ કાર્યાલય, ડી માર્ટની પાછળ, સેકટર ૨૬; વોર્ડ ૨ માં રામદેવપીર મંદિર કોમ્યુનિટી હોલ પેથાપુર; વોર્ડ ૩ માં વોર્ડ કાર્યાલય, આનંદ મેડિકલ સ્ટોર્સની બાજુમાં, ભવાની સુપર માર્કેટની સામે, સેકટર ૨૭; વોર્ડ ૪ માં મહાકાળી માતા મંદિર પાલજ, વોર્ડ ૫ માં શહેર ભાજપા કાર્યાલય સેકટર ૨૧; વોર્ડ ૬ માં આંગણવાડી સેકટર ૧૩ છાપરા; વોર્ડ ૭ માં હરિનગર સોસાયટી વાવોલ; વોર્ડ ૮ માં વોર્ડ કાર્યાલય, ગોલ્ડ કોઇન કોમ્પલેક્ષ, સરગાસણ; વોર્ડ ૯ માં વોર્ડ કાર્યાલય, શ્યામ સૃષ્ટિ કોમ્પલેક્ષ, સરદાર ચોક કુડાસણ; વોર્ડ ૧૦ માં વોર્ડ કાર્યાલય, પ્રતિક મોલ રાંદેસણ અને વોર્ડ ૧૧ માં શ્રી આઇ માતાના મંદિર, અમિયાપુર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન થશે.
શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં ૬૦ થી વધુ તબીબો તેમની સેવાઓ આપશે.
આ ઉપરાંત શહેર ભાજપ ડોકટર સેલ અને શાશ્વત સર્જીકેર હોસ્પિટલ, કુડાસણના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ સપ્ટેમ્બરે સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી વિનામૂલ્યે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં નિદાન પેથોલોજી લેબોરેટરી દ્વારા ડાયાબિટીસનો RBS ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પ શાશ્વત સર્જિકેર હોસ્પિટલ, શ્યામ રેસીડેન્સી, રિલાયન્સ સર્કલ પાસે, કુડાસણ ખાતે યોજાશે.