પેથાપુરમાં બુટલેગરને પકડવા પોલીસ કપાસમાં ઘૂસી પણ ભાગી ગયો, ખાલી દારૂ હાથમાં આવ્યો

Spread the love

ગાંધીનગરના પેથાપુર સુરેલા વિસ્તારમાં કપાસના ખેતર – ચરામાં ચાલતાં મોટાપાયે ધમધમતા વિદેશી દારૂનો કારોબાર પર દરોડો પાડવામાં આવતા જ નાટયાત્મક રીતે મહુડીનો નામચીન બુટલેગર પોલીસને હાથતાળી આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. જેનાં પગલે પોલીસને દારૂ – બિયરનાં જથ્થા સહિત 96 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગાંધીનગરના પેથાપુર ગામના સુરેલા વિસ્તારના કપાસના ખેતર તેમજ નજીકના મકાનોની પાછળ ચરામાં દારૂનો જથ્થો સંતાડીને મહુડી રોડ ઉપર લીસા મીલની સામે રહેતો નામચીન બુટલેગર નટવરસિંહ રતનસિંહ વાઘેલા મોટા પાયે વિદેશીદારૂના વેચાણનો ધંધો કરતો રહેતો હોય છે. જેથી બુટલેગર નટવરસિંહના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા પેથાપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે કપાસના ખેતરમાં રેડ કરવામાં આવી હતી.

એ વખતે ખેતરમાં એક્ટિવા સાથે ઊભેલો રીઢો બુટલેગર નટવર નાટયાત્મક રીતે પોલીસને હાથતાળી આપીને દોડીને ભાગી ગયો હતો. જેને રોકાઈ જવા માટે પોલીસે ઘણી બૂમો પણ પાડી હતી. તેમ છતાં બુટલેગર નટવર ઊભો રહ્યો ન હતો. બાદમાં પોલીસને કપાસના ખેતરમાંથી ત્રણ બિયરની અને બે વિદેશી દારૂની પેટી અને એક એક્ટિવા મળી આવ્યું હતું.

બાદમાં પોલીસે અત્રેના ચરાની ખુલ્લી જગ્યા એ તપાસ કરતા વધુ ચારેક દારૂની પેટીઓ તેમજ છ બિયરની પેટીઓ મળી આવી હતી. આ તમામ જથ્થાની ગણતરી કરવામાં આવતાં 56 હજારની કિંમતનો દારૃ – બિયરનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જે અંગે પોલીસે દારૂ – એક્ટિવા મળીને કુલ રૂ. 96 હજારનો મુદ્દામાલ જપ્ત કરી રીઢા બુટલેગર નટવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com