અમદાવાદ શહેરમાં સ્પા સંચાલકની દાદાગીરી સામે આવી છે. સિંધુભવન રોડ પરના ગેલેક્સી સ્પાનો બનાવ છે, જ્યાં મહિલાને માર મારતો CCTV સામે આવ્યા છે. સ્પા સંચાલક એક મહિલાને માર મારતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવ ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગમાં ગેલેક્સી સ્પાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. મોહસીન નામના સંચાલકે મહિલાને માર માર્યો હતો.તે મહિલાના વાળ ખેંચીને લાફા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
જોકે, આ ઘટના સામે આવતાં સવાલ એ થઇ રહ્યો છે કે, જો કોઇ બાબત હોય તો પોલીસને જાણ કરી શકાય. પરંતુ આવી રીતે મહિલા કેમ માર મારવામાં આવી રહ્યો છે. જાણે સ્પા સંચાલકને પોલીસની કોઇ બીક ન હોય તેમ માર મારી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે આવી રીતે માર મારતા અનેક ગંભીર સવાલ થઇ રહ્યા છે.