Gj-૧૮ સેક્ટર-૧૧ ખાતે ‘‘કેસરિયા ગરબા’’નું આયોજન ધૂમ મચાવશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે મેચની ટિકિટોની પડા પડી થતી હોય છે, તેમ અહીંયા પાસની પડા પડી થાય તો નવાઈ નહીં, કારણકે જે રામ મંદિરની જે થીમ બનાવવામાં આવી છે, તે આકર્ષણનું કેન્દ્ર બનશે અને રેકોર્ડ બ્રેક પબ્લિક આવશે જેમાં ૫૦ વર્ષના gj-૧૮ ના ઇતિહાસમાં આવું ક્યારેય સર્જાયું નહીં હોય ત્યારે ગ્રાઉન્ડમાં ૧૦ હજાર ખેલૈયાઓ સમાઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આંકડો કાબુ બહાર જાય તો નવાઈ નહીં ત્યારે આને મેનેજમેન્ટ કરવું ખૂબ જ અઘરું છે પણ પ્રયોગશાળા કરવામાં માહિર કબાડી ગ્રુપ મેનેજમેન્ટ કરી લેશે.
ત્યારે સેક્ટર ૧૧ ખાતે બનાવેલ રામ મંદિર થીમ જાેવા અન્ય જિલ્લાઓમાંથી આવે તો નવાઈ નહીંએક મહિનાથી જ ચાલતું રામ મંદિર થીમ નું કામ હાલ ૭૦% પૂર્ણ થવા પામેલ છે, ત્યારે gj-૧૮ નું એક આકર્ષણનું કેન્દ્ર બને તો નવાઈ નહીં ત્યારે અહીંયા ગરબામાં પાસનો તડાકો પડે તેવી શક્યતા જાેવાઈ રહી છે ત્યારે અંબાલાલે કરેલી આગાહી બાદ પણ જે પણ ગરબા ના આયોજકો છે તે અડગ દેખાઈ રહ્યા છે ત્યારે gj-૧૮ ખાતે બનાવેલું થીમ આકર્ષણનું કેન્દ્ર ઉપરાંત મોટામાં મોટો ગરબો અને મોટી સંખ્યા અહીંયા જાેવાય તેવી ચર્ચા સાંભળવા મળી છે.