નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીને કારણે નર્મદા, ભરૂચ, અંકલેશ્વર સહિતના કાંઠા વિસ્તારમાં માનવસર્જીત હોનારતમાં ખેડુતો-નાગરિકોને થયેલા નુકશાન અંગે કૉંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું

Spread the love

દક્ષીણ ગુજરાતના ભરૂચ-નર્મદા અને વડોદરા જીલ્લામાં માનવસર્જિત પુર આપદાને કારણે લોકોને થયેલ મોટા પાયે નુકસાનનું યોગ્ય વળતર ચુકવવા અને ગુનાહિત બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ

ગાંધીનગર

બારેમાસ બે કાંઠે વહેતી નર્મદા નદી, સરદાર સરોવર ડેમને કારણે ચોમાસાની ઋતુ સિવાયના દિવસોમાં સૂકાઇ જાય છે અને તેને કારણે સરદાર સરોવર ડેમની નર્મદા નદી પર નભતાં ખેડૂતો, પશુપાલકો, માછીમારો બધા પરિવારોએ પોતાની રોજગારી ગુમાવવી પડે અને કાંઠા વિસ્તારના લોકો, નર્મદાના પાણી પર નભતા લોકોને પારાવાર દુઃખો વેઠવાનો વારો આવે છે. સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરિયામાંથી વધારાનું પાણી આવી જાય તો ડાઉક્સ્ટ્રીમના વિસ્તારોની કોઇપણ વિચાર્યા વિના ડેમનું બધું પાણી ડાઉક્સ્ટ્રીમમાં છોડી દેવામાં આવે છે. ડેમ સત્તાવાળાઓએ ધીમે ધીમે સતત પાણી છોડવાનું ટાળ્યું હતું જેથી કરીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા ડેમ સાઇટ પર આયોજિત સમારોહ હાથ ધરવામાં આવે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ૧૭મિ સપ્ટેમ્બરએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી શકાય. આ ચાપલુસી એટલી ભારે પડી કેમાનવ સર્જિત પુર આવ્યું અને લાખો લોકો બેઘર બન્યા. સરદાર સરોવર ડેમનો મુખ્ય હેતુઓ લોકોને પુરથી રક્ષણ કરવાનો છે. સરદાર સરોવર ડેમમાંથી કોઇપણ પ્રકારના પૂર્વ આયોજન અને અસરગ્રસ્ત પરિવારો, ખેડૂતો, પશુપાલકો, માછીમારોની કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર ૧૯ લાખ ક્યુસેક પાણી છોડી દેવાને આવ્યું જેના કારણે વડોદરા, નર્મદા અને ભરૂચ સહિતના જિલ્લામાં પુરનું મોટી માત્રમાં પાણી ખેતરો, રહેણાંક વિસ્તારમાં ફરી વળતા મોટી સંખ્યામાં પશુ ધનનું અને સ્થાનિક લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.માનવસર્જિત આકૃતથી દક્ષીણ ગુજરાતના નર્મદા, ભરુચ વડોદરા સહીતના જીલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી મોટા પાયે નુકસાન-તારાજીનો ચિતાર મેળવવા કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ ભરૂચ જીલ્લામાં કડોદ, શુકલતીર્થ, દાંડીયા બજાર, અંકલેશ્વરમાં સુરવાડી, ગડખોલ, ઝગડિયા તાલુકામાં અવિધા, પોર, અપરા પરા, તોથી છા, સિસોદરા, માંગરોળ સહિતના ગામોમાં જાત તપાસ માટે પોહચી સાચી માહિતી મેળવી હતી. ઘણાં બધા ગામોમાં લોકોના ઘર પુરા પાણીમાં ડૂબી ગયા જયારે ફ્લેટના પહેલા માળ સુધી પાણી આવી જતા સ્થાનિકો પોતાના પરિવાર સાથે ઉપરના માળે રહેવા મજબુર થયા હતા. લોકો ડરના માહોલમાં જીવી રહેલા છે. ખેડૂતોની મહામૂલી જમીનો પુરના પાણીના વહેણને લીધે મોટા પાયે ધોવાઇ ગયેલી છે, ખેતીની જમીન હવે ખેતી લાયક રહી નથી. ભોગ બનેલા ખેડૂતો કેવી રીતે ખેતી કરી શકશે? સ્થળાંતરિત થયેલ લોકોની ઘરવખરી અને ખેતીની નુકશાની સાથે સાથે રોજિંદી આવક-રોજગારી પણ ગુમાવવી પડી છે. પશુપાલકોની સાથે સાથે માછીમારોને પણ આ માનવસર્જીત આપદાથી મોટું આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે. આખો માછીમાર સમુદાય માનવસર્જીત આપદાને કારણે અતિ આર્થિક મુશ્કેલીમાં સપડાઇ ગયો છે.

 

અસરગ્રસ્ત લોકોને થયેલ નુકશાન લાખો ક્યુસેક પાણી છોડી દેવાને કારણે થયું છે. ભૂતકાળમાં પણ અને દર વર્ષે સરદાર સરોવર ડેમ ઓથોરિટી દ્વારા તથા નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા આવી ઘણી ભૂલો નિયમિતપણે થયેલી હોવા છતાં આવી મોટી માનવસર્જિત ભૂલોનો ભોગ ગરીબ અને સામાન્ય લોકો વધુ એકવાર બન્યા છે. કેટલાય દિવસો સુધી પૂરના પાણીમાં ફસાયેલા પરિવારો ભૂખ્યાં તરસ્યા તડપી રહ્યા હતા. નાના બાળકોની હાલત પણ ખૂબ કફોડી બની હતી. કયા હેતુથી લાખો કયુસેક પાણી અચાનક છોડી દેવામાં આવ્યું? તે વિશે સરકારે ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું. હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું ત્યારે માનવ સર્જીત આફત માટે જવાબદાર સરદાર સરોવર પરિયોજનાના અધિકારીઓ સામે તાત્કાલીક કાનુની કાર્યવાહી કરવામાં આવે. સરદાર સરોવર પરિયોજના – બંધ સંચાલન અધિકારીઓની ગેરજવાબદારને લીધે કરી એક વખત નર્મદા બંધના નીચેના વિસ્તાર પુરગ્રસ્ત બન્યો. સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સાથે જોડાયેલા અધિકારીઓએ રુલબુકનું ગંભીર ઉલ્લંધન કર્યું તે સ્પષ્ટ દેખાય છે. તા.૧૪,૧૫,૧૬ સપ્ટેમ્બરના મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં થયેલા વરસાદના આંકડા હવામાન ખાતાએ જ જાહેર કર્યા હતા. મધ્યપ્રદેશના ખરગોન, મંડલા, નરસિંહપુર, સિણની, બાલાઘાટ, હરદા જબલપુર અને ખંડવામાં વરસાદ શરૂ થઇ. જેના ૧૪ સપ્ટેબરના આંકડા ઉપલબ્ધ છે. જેના લીધે સરદાર સરોવર યોજનામાં પૂર આવ્યું. હવામાન ખાતાના તા. ૧૬ સપ્ટેમ્બરના સવારના ૮-૩૦ કલાકે જીલ્લાવાર વરસાદના આંકડા ખરગોન, અલીરાજપુર, દેવાસ, ધાર, હરદા, જાબુઆ, ખંડવા અને નર્મદાપુરમ માં ભારે વરસાદની માહિતી સ્પષ્ટ છે. સીડબલ્યુસી અને એસએસપી અધિકારીઓને દર કલાકે થતા વરસાદના આંકડા મળે છે જેના આધારે સરદાર સરોવર પરિયોજનામાં કેટલું પાણી બંધમાં આવશે તેનું પુર્વાનુમાન કરી શકે અને આનુસંગિક પગલા ભરી શકે.

 

નર્મદા બંધ ઓવરફ્લો થાય તો એ આપણને કુદરતી પ્રક્રિયા લાગે પરંતુ આ કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોનારત છે. ૧૪ સપ્ટેમ્બરે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થયો અને નર્મદામાં ભારે પાણીનો પ્રવાહ આવવાનો શરૂ થયો. ડેમ સંચાલનકર્તા અધિકારીઓએ પાણીનું યોગ્ય સંચાલન ન કર્યું. સેન્ટ્રલ વોટર કમિશન અને સરદાર પરિયોજનાને દર કલાકે વરસાદના આંકડા મોકલવામાં આવે છે. અધિકારીઓ-સત્તાધીશોની બેદરકારીના કારણે ૧૮ લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડતા ત્રણ જિલ્લાઓમાં પાણી ફરી વળ્યા. ગુનાહીત બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરાય, કરજ ચૂક બદલ એમની સામે કાર્યવાહી કરી રકમ વસૂલવામાં આવે, ત્રણ જિલ્લાઓમાં કરોડોના માલ- સામાનને નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી ન આપ્યું અને આયોજનના અભાવે પાણી દરિયામાં ચાલ્યું ગયું. સરદાર સરોવર પ્રોજેક્ટ (SSP) ડેમ ઓપરેટરોની મોડેથી, સુસ્તીભરી અને બિનજવાબદારીભરી ક્રિયાઓએ ફરી એકવાર ગુજરાતમાં ભારે અને મોટા પ્રમાણમાં ટાળી શકાય તેવા પૂરમાં કાળો આપ્યો છે. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ભરૂચના ગોલ્ડન બ્રિજ પર પાણીનું સ્તર (ઉચ્ચ પુર સ્તર)ની નજીક આવી રહ્યું હતું, પરંતુ જો સરદાર સરોવર પરિયોજના સત્તાવાળાઓએ અગાઉના આધારે પગલાં લીધાં હોત તો SSP અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બંને વિસ્તારો માટે આ પૂર નોંધપાત્ર રીતે નીચા અને ઘણા ઓછા વિનાશક બની શક્યા હોત.

 

જો સરદાર સરોવર પરિયોજના (SSP) સત્તાવાળાઓ અને સેન્ટ્રલ વોટર કમિશને (CWC) તેઓને મળતા કલાક દીઠ કેચમેન્ટ વિસ્તાર વરસાદના આંકડાઓના આધારે પ્રવાહની આગાહી શરૂ કરી હતી, તેઓ આ આંકડાઓને ધ્યાનમાં લેતા, 14 સપ્ટેમ્બરના રોજ SSP તરફથી ડાઉનસ્ટ્રીમ રિલીઝમાં વધારો કરવાનું શરૂ કરી શક્યા હોત. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ૦૮:૩૦ કલાકે પૂરા થતા ૨૪ કલાક માટે હવામાન ખાતા દ્વારા નોંધાયેલ જીલ્લા મુજબનો વરસાદ ઘણો વધારે હતો. ખરગોન (૧૪૪.૬ મીમી), અલીરાજપુર (૧૦૮.૨ મીમી), દેવાસ (૧૪૯.૩ મીમી), ધાર (૮૦.૪ મીમી), હરદા (૨૦૫.૨ મીમી), ઝાબુઆ (૯૨.૪ મીમી), ખંડવા (૧૪૭.૬ મીમી) અને નર્મદાપુરમ (૧૩૧.૭ મીમી), અન્ય વચ્ચે. CWC અને SSP સત્તાવાળાઓ કેચમેન્ટમાં વરસાદ અંગે કલાકદીઠ અપડેટ મેળવે છે, તેથી IMD દ્વારા ૦૮:૩૦ કલાકે આ ૨૪ કલાકના આંકડાની જાણ થાય તે પહેલાં જ તેઓ પ્રવાહની આગાહી અને ડાઉનસ્ટ્રીમ નદીની વહન ક્ષમતામાં વધારો કરી શક્યા હોત. નર્મદા પરના બર્મી ડેમના દરવાજા ૧૪ સપ્ટેમ્બરના રોજ ખોલવામાં આવ્યા હતા. ૧૫ સપ્ટેમ્બરની મોડી સાંજ સુધીમાં નર્મદા પરના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંને ડેમના સ્તરમાં વધારો થવાનું શરૂ થઇ ગયું હતું. જે અંગે સેન્ટ્રલ વોટર કીશન દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો. બંને ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમ મોડી કલાકો સુધીમાં તેમના FRL (સંપૂર્ણ જળાશય સ્તર)ની નજીક હતાં, ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવાનું શરૂ કરવાનો આ બીજો સંકેત હતો કારણ કે આ અપસ્ટ્રીમ ડેમમાંથી છોડવામાં આવતું પાણી SSP પાસે આવવાનું બંધાયેલ હતું. જો કે ૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યા સુધી, આઘાતજનક રીતે, સરદાર સરોવર પરિયોજનામાંથી એસએસપી સત્તાવાળાઓએ હજુ પણ કોઇપણ ગેટ ખોલ્યા ન હતા, રીલીઝ ફકત રિવર બેડ પાવર હાઉસ (RBPH) અને કેનાલ હેડ પાવર હાઉસ (CHPH) માંથી હતા. નદીમાં પાણી છોડવાનું શરૂ કરવા માટે પૂરતી કાર્યવાહી કરવા યોગ્ય માહિતી ઉપલબ્ધ હતી. આ સ્પષ્ટ હકિકત પછી કોના આદેશથી બંધનું સંચાલન રુલકર્વ મુજબ કરવામાં ન આવ્યું ? બેજવાબદારી દાખવનાર અધિકારીઓ કોના ઇશારે કામ કરી રહ્યાં છે ? તેનો જવાબ ગુજરાતના નાગરિકોને મળવો જોઇએ.

 

ભરૂચ-નર્મદા-વડોદરા જીલ્લાની આશરે ૭૦ લાખ કરતા વધુ વસ્તીમાં મોટાભાગના વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિકોને કરોડોનું નુકસાન થયું છે. નર્મદા-ભરૂચ-વડોદરા સહિતના જીલ્લામાં મોટાપાયે નુકસાન સામે સરકારે “કુટુંબદીઠ કપડા સહાય તરીકે રૂ. 2,500/- અને ઘરવખરી સહાય તરીકે 3. 2,500/- એટલે કે કુલ રૂ. 5,000/- કુટુંબદીઠ કપડા અને ઘરવખરી માટેની નજીવી જાહેરાત કરી છે જે પૂરગ્રસ્ત લોકોની સૌથી મોટી મશ્કરી સમાન છે. 2500/- માં આખા પરિવારના કપડા અને 2500/- માં ઘરવખરી ક્યાં મળે ? તે ભાજપ સરકાર જણાવે.

 

કહેવાતી સંવેદનશીલ ભાજપ સરકારમાં માનવતા પણ પૂરમાં વહી ગઈ છે ત્યારે ભાજપ સરકારે માનવીય અભિગમ, સંવેદનશીલ વ્યવહાર રાખીને નુકસાન માટેનું વળતર ચુકવવા ને બદલે નજીવી રકમ જાહેર કરીને વધુ એક વાર મજાક કરી છે. પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસનો તાયકો ગુજરાતને કરોડોમાં પડ્યો છે. ભાજપ સરકારમાં ઉભી થયેલી માનવસર્જિત પુરના પાપ પર મલમ લગાવવા માટેના પેકેજ હજારો અસરગ્રસ્તોની મશ્કરી સમાન છે. ભરૂચ, નર્મદા અને વડોદરા આ ત્રણ જીલ્લામાં સીમાંત ૧,૭૧,૬૨૧ નાના ૧,૧૫,૬૪૬, અર્ધ મધ્યમ ૮૨,૬૬૭, મધ્યમ,૪૫,૩૭૨ એટલે કે ૪ લાખ કરતા વધુ ખેડૂતોમાંથી મોટાભાગના ભોગ બન્યા હોય ત્યારે ખેડૂત-ખેતીને પુનઃસ્થાપિત કરવા રાજ્ય સરકારએ જાહેર કરેલ સહાય મજાક સમાન છે.

 

સરદાર સરોવર બંધમાંથી૧૯ લાખ કયુસેક પાણી વગર વિચારે છોડી દેવાને કારણે થયેલી માનવસર્જિત આપદાથી ભોગ બનેલા ભરૂચ-નર્મદા અને વડોદરા સહિતના લાખો અસરગ્રસ્ત લોકોનું પુનઃવસન, પુનઃસ્થપાન અને ખાસ કરીને ખેડૂતો, માછીમારો, નાના વેપારીઓ, રોજનું કમાઈને ગુજરાન ચલાવતા લારી ગલ્લાવાળા, પાથરણાવાળાને સંપૂર્ણ વિશેષ પેકજ દ્વારા ન્યાય મળે તેમને કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ આપશ્રી સમક્ષ માંગ કરીએ છીએ.

1) દક્ષીણ ગુજરાતના જિલ્લાઓમાં પશુધન,ખેતી, ધંધા-ઉધોગ, રોજગાર અને માનવજીવનને થયેલ મોટા પાયે થયેલ તારાજી માટે “સ્પેશીયલ પેકેજ જાહેર કરે

2) ભરૂચ-નર્મદા-વડોદરા સહિતના જીલ્લાઓ માનવસર્જિત આકતને કારણે થયેલ તારાજી અંગે કોણ કોની ગુનાહિત બેદરકારી છે તે જાણવા ન્યાયધીશના વડપણ હેઠળ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ′ SITની રચના કરી ન્યાયિક તપાસ કરવામાં આવે.

૩) સરદાર સરોવર ડેમ યોજનાના કામે World Bank તરફથી તથા Morse Commission તથા M S University અને અન્ય સંસ્થાઓ તરફથી ડાઉક્સ્ટ્રીમ પરની અસરો પર થયેલા અભ્યાસોનું ગુજરાત સરકાર તરફથી પાલન કરવામાં આવે અને સરદાર સરોવર ડેમની ડાઉક્સ્ટ્રીમમાં નર્મદા નદી કિનારે અસર પામનારા પરિવારો, ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ અને માછીમારોના પરીવારો અસરગ્રસ્તની વ્યાખ્યામાં આવતાં હોય, આ તમામ લોકોને સરદાર સરોવર ડેમના અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે.

4) સરદાર સરોવર ડેમની ડાઉક્સ્ટ્રીમના અસરગ્રસ્ત પરિવારો, ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ તથા માછીમાર પરિવારોને સરદાર સરોવર ડેમના અસરગ્રસ્ત પરિવારો તરીકેના આપવામાં આવતા તમામ લાભો આપવામાં આવે.

5) હાલના પુરના પાણીથી સ્થળાંતરિત કરવામાં આવેલા 4500 થી વધુ પરિવારના દરેક સભ્ય દીઠ દૈનિક ર 5000/- વળતર સ્થળાંતર ભથ્થું તરીકે આપવામાં આવે તથા તેઓ તમામના ઘર અને બીજી મિલ્કતોના બાંધકામને તથા માલ સામાનની સંપૂર્ણ નુકશાનીનું વળતર આપવામાં આવે. અસરગ્રસ્ત વિસ્તારોના ઘણા પરિવારોને ૯ દિવસ સુધી કેશડોલ ચૂકવવામાં નથી આવી જેની વિલંબ અંગેની જવાબદારી નક્કી કરી કસૂરવાર સામે પગાલા ભરવામા આવે. જે પરિવારોને મળી છે એ કેશડોલ માત્ર ૧ કે ૨ દિવસ માટે જ કેમ ચૂકવી છે? કેશડોલ ૧૦ દિવસ ની ચૂકવવામા આવે.

6) હાલના પુરના કારણે સ્થળાંતરિત કરવામાં આવેલા દરેક પશુ દીઠ પશુપાલકોને દૈનિક ૨ ૨૦૦૦/- નુંવળતર આપવામાં આવે. તેમજ મૃત્યુ પામનાર પશુધનનું પુરેપુરૂ વળતર આપવામા આવે.

7) ડાઉન્સ્ટ્રીમના વિસ્તારોમાં પુરના પાણી પ્રવેશવાથી લોકોના ઘરો અને મિલકતો, માલ સામાનનું થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરાવીને તેનું વળતર ચુકવવામાં આવે.

8) ભરૂચ શહેરમાં ચાર રસ્તા કુરજા વિસ્તાર તથા દાંડિયા બજાર, ધોળીકુઈ બજાર વિસ્તારની આશરે ૫૦૦થી વધુ વેપારીઓની દુકાનોમાં હાલના પુરના પાણી પ્રવેશવાથી વેપાર ધંધાને થયેલા દૈનિક નુકસાનના ૨૫૦૦૦ /- તથા આ વિસ્તારમાં આવેલા રહેણાંકના ઘરો અને દુકાનોના બાંધકામને તથા માલ સામાનની નુકશાનીનું સર્વે કરાવી સંપૂર્ણ વળતર ચુકવવામાં આવે.

9) અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારોમાં ધંધા રોજગારને પણ મોટું નુકશાન થયું છે. ત્યોહારના સમય માટે લાવેલા માલસામાનને પણ મોટાપાયે નુકશાન ત્યારે માલ સામાનની નુકશાનીનું સર્વે કરાવી સંપૂર્ણ વળતર ચુકવવામાં આવે.

10) હાલના પુરના કારણે ખેડૂતોની ખેતીને થયેલ નુકશાનીનું એક હેકટરનુ રૂ ૨,૦૦,૦૦૦/- વળતર આપવામાં આવે. બે હેક્ટરની મર્યાદા રદ કરી ૮અમાં જણાવેલ- તમામ જમીન માટે તાત્કાલિક સર્વે કરાવી સંપૂર્ણ નુકશાનનું વળતર ચૂકવવામા આવે.

11) માછીમાર પરિવારોને સરદાર સરોવર ડેમના અસરગ્રસ્ત જાહેર કરી માછીમાર પરિવારોને વળતર ચૂકવામાં આવે અને કાયમી વૈકલ્પિક રોજગારીનું વ્યવસ્થા કરવામાં આવે તથા હાલના પુરના કારણે માછીમારોને પોતાની ફિશિંગ બોટ લાંગરવી પડતી હોય અને પગડિયા માછીમારોનું ક્રિશિંગ થઈ શકતું ના હોય, દરેક માછીમારને દૈનિક ૧૦૦૦૦ /-નું વળતર આપવામાં આવે.

12) સરદાર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમમાં પુરના કારણે ધોવાણમાં ગયેલી તમામ જમીનોનો સર્વે કરાવીને જમીનોનું

વળતર ખેડૂતોને ચુકવવામાં આવે.

13) પુનઃવસન ન થાય ત્યાં સુધી સરકારી જાહેર કાર્યક્રમો બંધ કરી તેના રૂપિયા અસરગ્રસ્તોના પુનઃવસનની કામગીરીમાં ઉપયોગ કરવામાં આવે

14) અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની પાઠ્યપુસ્તક, શૈક્ષણિક દસ્તાવેજો સહીતની શૈક્ષણિક સાધનો-સામગ્રીને પણ સંપૂર્ણ થયું છે ત્યારે તમામ વિધાર્થીઓને શિક્ષણનો અધિકાર મળે તે માટે નવા પાઠયપુસ્તક, શૈક્ષણિક સાધનો આપવામાં આવે અને શૈક્ષણિક સામગ્રી માટે આર્થિક સહાય ચુકવવા આવે.

15) ભરૂચ-વડોદરા અને નર્મદા જીલ્લાઓમાં વસતા તમામ શ્રમિકો મનરેગા સહીતની યોજનાઓમાંથી પોતાની આજીવિકા ચાલવતા હતા. માનવસર્જિત આપદાને કારણે આ તમામ શ્રમિકોની રોજી રોટી છીનવાઇ ગઇ છે ત્યારે પુરગ્રસ્ત વિસ્તારમાં વસતા તમામ શ્રમિકોને યોગ્ય આર્થિક સહાય ચુકવવા આવે

16) મોટા ભાગના વિસ્તારમા કેળ અને શાકભાજીનો પાક છે. શાકભાજીને પણ બાગાયતની માફક વળતર ચૂકવવુ જોઇએ, બે હેક્ટરની મર્યાદા રદ કરી ૮-અમાં જણાવેલ તમામ જમીન માટે વળતર ચૂકવવું જોઇએ.

17) ગામડાઓમાં ગ્રામસેવકનો અભાવ છે તલાટી સર્વે કરવા શક્તિમાન નથી ત્યારે ડ્રોન સર્વે અથવા સેટેલાઇટ સર્વેના આધારે તમામ પાણી ભરાયેલ વિસ્તારોના ખેડૂતોને ૩૩ ટકા ની મર્યાદા રદ કરી તમામ નુકસાન ગણી વળતર ચૂકવવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com