Abvp દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું
અમદાવાદ
હમણાં તાજેતરમાં જ અમદાવાદ વિસ્તારમાં સિંધુભવન રોડ પર આવેલ “ગેલેક્સી સ્પા” માં ફરજ બજાવતી પૂર્વોત્તરની મહિલા સાથે ગેલેક્સી સ્પાના સંચાલક દ્વારા તેની સાથે માર મારીને અને અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે તથા સંચાલક દ્વારા તે મહિલાને માથાના વાળ પકડીને ઢસડવામાં આવી છે તથા તેના કપડાં ફાડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી તે વાતની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિંદા કરવામાં આવી. અને આ વિષય ને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું.
શહેર મંત્રી ભરત પ્રજાપતિ
શહેર મંત્રી ભરતભાઇ પ્રજાપતિ જણાવે છે કે અમદાવાદ શહેરમાં આવી ઘટના બનવી એ ખૂબ જ નિંદનીય બાબત છે અને મણિપુરમાં બનેલી ઘટનાઓ જેવી ઘટના ગુજરાતમાં ન બને તે માટે વિદ્યાર્થી પરિષદ આ બાબતને લઈને સ્પષ્ટ માંગ કરે છે કે સંચાલક સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને દોષિતને સજા આપવામાં આવે.