ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના પાલજ ખાતે રાષ્ટ્રીય ઔષધીય શિક્ષા અને અનુસંધાન સંસ્થાન લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી અમિતભાઈ શાહે આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોથી આજે દેશમાં સાત નાયપર સંસ્થાઓ શરૂ થવા જઈ રહી છે. જે પૈકી મોહાલી,ગોહાટી પોતાના ભવનમાં સંપૂર્ણપણે શરૂ થઈ ચૂકી છે અને ત્રીજી આ નાયપર ગાંધીનગરની સંસ્થા શરૂ થઈ રહી છે. તેઓએ કહ્યું કે નાઈપર સંસ્થાઓ જ્ઞાન, શિક્ષા, અનુસંધાંન અને વેપારને જોડવા માટેનો સેતુ બનીને ફાર્મા સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું ખૂબ મહત્વનું કામ કરી રહી છે.
શ્રી શાહે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે 60 એકર જમીન પર 8 જુદા જુદા ભવનમાં ફેલાયેલ નાયપર ગાંધીનગર આવનારા દિવસોમાં ફક્ત દેશ જ નહીં પરંતુ દુનિયાના ઔષધીય ક્ષેત્રે માનવ જીવનને સ્વસ્થ બનાવવામાં મહત્વની પુરવાર થશે. છેલ્લા ત્રણ વર્ષોમાં ગાંધીનગર નાયપર દેશની 10 ટોચની સંસ્થાઓમાં સૂચીબદ્ધ છે, પરંતુ હવે કાયમી ભવન બન્યા બાદ તે ટોપ પર પહોંચશે તેવો વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે ગાંધીનગરની ભૂમિ પર વિદ્યાઅભ્યાસનું વાયુમંડળ વ્યાપ્ત છે. અહીં લો યુનિવર્સિટી, રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી જેવી દેશની ટોચની સંસ્થાઓ કાર્યરત છે જેમાં હવે નાઇપર જેવી સંસ્થા પણ શરૂ થઈ રહી છે. તેઓએ સૂચન કર્યું હતું કે નાઈપર માત્ર શિક્ષણ જ નહીં પણ અનુસંધાન ક્ષેત્રે પણ દુનિયામાં સર્વત્ર બને તે લક્ષ સાથે આગળ વધવું જોઈએ.
શ્રી શાહે ઉમેર્યું હતું કે દેશમાં સાત જેટલી નાઇપર સંસ્થાઓ શિક્ષા, રિસર્ચ, ક્વોલિટી અને એક્સેલન્સ સાથેના ઉદ્દેશ્ય ને સામે રાખીને શરૂ કરવામાં આવી રહી છે. ફાર્મસી એક એવું ક્ષેત્ર છે કે જેમાં શિક્ષા વ્યક્તિને જ નહીં પણ માનવજીવનને સ્વસ્થ- સુદીર્ઘ બનાવવામાં ઉપયોગી બને છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર બનાવવાની સાથે સાથે કરોડો લોકોના સારા જીવનનો આધાર પણ બનશે આજે નાયપર ટેકનિકલ શિક્ષણમાં ખૂબ મોટું નામ બન્યું છે. જેમાંથી લગભગ 8000 જેટલા વિદ્યાર્થીઓ બહાર નીકળીને આ ક્ષેત્રને પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેઓએ કહ્યું કે નાઈપરે 380 થી વધુ પેટન્ટ રજીસ્ટર કરી છે તે ઉપરાંત 7,000 થી વધુ રિસર્ચ પેપર પબ્લિશ કર્યા છે.
શ્રી શાહે કહ્યું હતું કે નાયપરમાં સ્ટેટ ઓફ આર્ટ પ્રયોગશાળા બનાવવા માટે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારે 2200 કરોડ રૂપિયા ફાળવ્યા છે જેનાથી આ સંસ્થા સંશોધન ક્ષેત્રે ઉત્તમ કામ કરી માનવજીવનને સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં ખૂબ મોટું યોગદાન આપી શકશે. આ ઉપરાંત નાયપર અને ફાર્મા ઉદ્યોગો વચ્ચે 270થી વધુ એમ.ઓ.યુ. થયા છે જે બતાવે છે કે નાઈપર જ્ઞાનને વેપાર સાથે જોડવાનું કૌશલ્ય પણ ધરાવે છે. તેઓએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારે એપીઆઈ – કેએસએમ માટે હોલીસ્ટિક એપ્રોચ સાથે નીતિ અપનાવી છે 16 જેટલા એપીઆઇ અને બે કે એસએમ માટે એફોર્ડેબલ પ્રોસેસ નો વિકાસ થાય તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે. આવનારા 10 વર્ષોમાં ભારત એપીઆઇ -કે એસએમ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની સાથે સાથે વિશ્વમાં એક્સપોર્ટ પણ શરૂ કરશે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગરીબો માટેના સમર્પણ અને શ્રદ્ધાના પરિણામે શરૂ થયેલી પ્રધાનમંત્રી જન ઔષધી યોજના કરોડો ગરીબો માટે આશીર્વાદરૂપ બની છે. તેઓએ આ યોજનાને સફળ બનાવવામાં યોગદાન આપવા બદલ ઉદ્યોગગૃહોને પણ ધન્યવાદ પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે આજે દેશમાં 10,000 થી વધુ જન ઔષધી કેન્દ્રમાં 1800 થી વધુ જેનેરીક દવાઓ તથા મેડિકલ ઉપકરણો ખૂબ ઓછા મૂલ્યથી ઉપલબ્ધ બન્યા છે જેના પરિણામે બીમારીથી લડી રહેલ ગરીબ પરિવાર માટે તે રાહતનું કેન્દ્ર બન્યા છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી મોદીજીના ગરીબોના કલ્યાણ માટેના સંકલ્પના પરિણામે નાગરિકોની દવાની ખરીદીમાં 30,000 કરોડથી વધુની બચત થઈ છે. આ ઉપરાંત 2022 -23 માં 7500 કરોડની બચત થઈ છે. દેશની સ્વાસ્થ્ય સેવા પ્રણાલી સુદઢ બને તે માટે પી.એલ.આઇ. યોજના દ્વારા ઔષધીય ઉત્પાદન માટે નાની મોટી ૪૮ જેટલી ઇન્ડસ્ટ્રીઝ ને ૪ હજાર કરોડની નિવેશ મંજૂરી કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા આપવામાં આવી છે. સાથે સાથે ૩ હજાર કરોડના ખર્ચે દેશમાં ૩ બલ્ક ડ્રગ પાર્ક બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આયુષ્યમાન યોજના, પીએચસી સીએચસીને મજબૂત કરવા, વેલનેસ સેન્ટરને વધારવા, યોગ અને ફીટ ઇન્ડિયા અને માધ્યમથી જીવનને સ્વસ્થ બનાવવા, કોલેજોમાં મેડિકલની સીટો અઢી ગણી કરવા અને 70 વર્ષમાં ન શરૂ થઈ હોય તેટલી સંખ્યામાં પાંચ વર્ષમાં મેડિકલ કોલેજ શરૂ કરવી જેવા તમામ આયામો મળીને દેશના નાગરિકોના સ્વાસ્થ્ય ક્ષેત્રે હોલિસ્ટિક એપ્રોચ્ સાથેની ચિંતા કેન્દ્રની ભાજપમાં સરકારે કરી છે.
અંતમાં શ્રી શાહે ભરોસો વ્યક્ત કરતા કહ્યું હતું કે ખૂબ ટૂંકા સમયમાં દેશની સાત નાઇપર પોતાના આગવા ભવનમાં કાર્યરત થશે તેઓએ નાયપર ગાંધીનગર ના અઘ્યાપકો, વિદ્યાર્થીઓને શુભકામના પાઠવીને કહ્યું હતું કે જે ઉદ્દેશ સાથે આ ભવનોના નિર્માણ થયા છે તે સર્વેના પરિશ્રમથી સ્વાસ્થ્યની દિશામાં ભારત વિશ્વમાં અગ્રેસર બનશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક નેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશમાં યુવાનો માટે નવા અવસર, નવા આયામો સાકાર થઈ રહ્યા છે જ્યારે વિઝનરી લીડરશીપ હોય ત્યારે વિકાસ કેવો થાય તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબિત કર્યું છે. આજે ગુજરાત પ્રત્યક્ષ ક્ષેત્રે સમગ્ર દેશમાં રોલ મોડલ બન્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનને વાસ્તવિક રૂપ આપવામાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનું માર્ગદર્શન પણ હંમેશા મળતું રહ્યું છે અને જેના પરિણામ સ્વરૂપ અનેક રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનો ગુજરાતમાં શોભા વધારી રહ્યા છે. ગાંધીનગર આજે શૈક્ષણિક હબ બન્યું છે ત્યારે આ નાઈપર એક નવું સીમાં ચિહ્ન તેમાં જોડાવા જઈ રહ્યું છે. 2007માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાયપરને ગાંધીનગર પાસે જમીન ફાળવી હતી અને 2014 થી શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ આ કેમ્પસ નિર્માણને નવી ગતિ મળી છે. આ સંસ્થા છેલ્લા ત્રણ વર્ષમાં દેશની ટોચની 10 સંસ્થાઓમાં પણ સ્થાન મેળવ્યું છે.
શ્રી પટેલ ઉમેર્યું હતું કે આ સંસ્થામાંથી હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ દેશને મળશે. આજે ફાર્મા ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રણી રાજ્ય બન્યું છે જેમાં દેશમાં 30 ટકા યોગદાન ગુજરાતનું જ આ ઉપરાંત તે પણ ટકા મેડિકલ ડિવાઇસ અને 78% કારડીયાક સ્ટેન્ટ ગુજરાતમાં બની રહ્યા છે.