વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશનની ટીમે નવસારીના વાસંદા તાબેના ખાનપુરમાં રહેતાં અને નાનાપોંઢા પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં યોગેશભાઇ ઇશ્વરભાઇ માહલા અને હેડકોન્સ. અતુલભાઇ હસમુખભાઇ પટેલને લાંચની ટ્રેપમાં પકડી લીધા છે. આ બંને વતી ૧ાા લાખની લાંચ સ્વીકારનાર સયાજી શામજી ગાયકવાડને પણ વારોલીથી નાનાપોંઢાના રસ્તેથી પકડી લઇ ગુનો દાખલ કર્યો છે.સુરત એસીબીના મદદનીશ નિયામક આર. આર. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ કે. આર.સક્સેના અને સ્ટાફે આ કામગીરી કરી હતી. ફરિયાદી અને તેના નાના ભાઇ વિરૂધ્ધ દારૂનો ગુનો નોંધાયો હતો. એ ગુનામાં પાયલોટીંગમાં વપરાયેલી કાર ફરિયાદીની પત્નિના નામે હોઇ તેનું નામ નહિ ખોલાવવાના બદલામાં આ લાંચ મંગાઇ હતી.