તુર્કીએની રાજધાની અંકારામાં રવિવારે થયેલા એક આત્મઘાતી હુમલામાં એક બોમ્બરે સંસદની નજીક પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ વિસ્ફોટ બાદ અંકારા શહેરમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. આ આત્મઘાતી હુમલાનો એક સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જે આ હુમલો કેટલો ભયાનક હતો તે જોઈ શકાય છે.મીડિયા અહેવાલોમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે અંકારામાં સંસદની નજીક રવિવારે સવારે લગભગ 9 વાગે વિસ્ફોટ થયો હતો.આ હુમલો એક આત્મઘાતી હતો અને તેમા સુરક્ષા કર્મચારીઓએ પણ જીવ ગુમાવ્યો હતો.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કાર ઝડપથી ઈન્ટિરિયર મિનિસ્ટ્રીના ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિક્યુરિટી પાસે આવે છે અને એન્ટ્રી પોઇન્ટ પાસે આવીને અટકી જાય છે. ત્યારબાદ કારમાં હુમલાખોર નીચે ઉતરે છે અને નેશનલ પોલીસ હેડક્વાર્ટરના ગેટ પર પહોંચે છે, જ્યાં તે પોતાની જાતને ઉડાવી દે છે અને મોટો વિસ્ફોટ થાય છે. સમગ્ર સ્થળ પર આગની જ્વાળા જોવા મળે છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે તેનો અવાજ કેટલાક કિલોમીટર સુધી સંભળાયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે માર્ગ પર વ્યાપક પ્રમાણમાં કાટમાળ વેરવિખેર પડ્યો હતો.