કોંગ્રેસ દ્વારા ઓબીસી,એસસી,એસટી સમાજની મહિલાઓ ને 33% મહિલા અનામત બિલમાં બંધારણીય અનામત લાભ તાત્કાલિક મળે તે રીતે મહિલા અનામત બિલ લાગુ કરવાં માટે   આજે ગાંધી જયંતિનાં દિવસે રાજયપાલને આવેદનપત્ર આપ્યું

Spread the love

પોલીસ દ્વારા મહિલા અનામત બીલ જેવા ગંભીર વિષય પર શાંતિપુર્ણ રીતે આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમ ને અટકાવી ગાંધીજયંતી નાં દિવસે લોકશાહી ને લાંછન લાગે તે રીત નો પ્રયાસ : ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવી અને પ્રદેશ પ્રવક્તા ડૉ અમિત નાયક

ગાંધીનગર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી,એસસી,એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલા અનામત બિલ માં ઉપરોકત સમાજ ની મહિલાઓ ને 33% મહિલા અનામત બિલ માં બંધારણીય અનામત લાભ તાત્કાલિક મળે તે રીતે મહિલા અનામત બિલ લાગુ કરવાં માટે તે માટે આજરોજ ગાંધી જયંતિ નાં દિવસે રાજયપાલ શ્રી ને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં આગેવાનો ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે એકત્રિત થયાં હતાં અને રાજયપાલનાં કાર્યાલય દ્વારા આપવામાં આવેલ સમય અને સૂચન મુજબ રાજ્યપાલ ભવન પહોંચ્યા હતાં પણ કોઈપણ આગોતરી જાણકારી વગર તેમનાં OSD દ્વારા સમાન્ય કાર્યાલય ઇન્ચાર્જ ને આવેદનપત્ર આપી દેવાની સૂચના આપતાં કોંગ્રેસ નાં ડેલિગેસંન દ્વારા અસંમતિ નોંધવવામાં આવતાં પોલીસ દ્વારા બલ પ્રયોગ નો પ્રયાસ થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવી અને પ્રદેશ પ્રવક્તા ડૉ અમિત નાયક દ્વારા પ્રતીકાત્મક વિરોધ નોંધાવવામાં આવેલ અને પોલીસ દ્વારા મહિલા અનામત બીલ જેવા ગંભીર વિષય પર શાંતિપુર્ણ રીતે આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમ ને અટકાવી ગાંધીજયંતી નાં દિવસે લોકશાહી ને લાંછન લાગે તે રીત નો પ્રયાસ ગુજરાત ની ભાજપા સરકાર નાં ઇશારે કરવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો.

-ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ ને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેન ઘનશ્યામ ગઢવી દ્વારા ગાંધી જયંતિ નાં દિવસે લોકશાહી નું ગળું દબાવવા નાં પ્રયાસ ને વખોડતાં કેહવામા આવ્યું કે ભાજપા સરકાર મહિલા અનામત બીલ બાબતે ગંભીર નથી તેનો આ બોલતો પૂરાવો છે,દેશ ની 52% જેટલી ઓબીસી અને 80% કરતાં વધારે ઓબીસી,એસટી,એસસી અને મયનોરિટી સમાજ ની મહિલાઓ માટે તાત્કાલીક મહિલા અનામત બીલ માં અનામત ની જાહેરત માટે માંગણી કરવામાં આવેલ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ઓબીસી આગેવાન ડૉ અમિત નાયક દ્વારા પત્રકાર પરિષદ માં ગુજરાત ની ભાજપ સરકાર અને ગવર્નર પર ગંભીર આક્ષેપ કરતાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ પક્ષ હંમેશા સમાજિક પછાત વર્ગ નાં હિત અધિકારો માટે ચિંતિત અને કાર્યરત છે જેનાં ભાગરૂપે ઓબીસી એસસી એસટી મયનોરિટી મહીલાઓ ને મહિલા અનામત બીલ માં બંધરણીય હક્કો મળે તે રીતે ત્વરીત અમલવારી કરવાની લાગણી સાથે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા અગાઉ થી જાણ કરી આવેદનપત્ર આપવા માટે તૈયારી કરેલ પણ ભૂતકાળ માં ABVP નાં ચેરમેન જેવાં પદ ઉપર રહેલાં અને કટ્ટર સંઘી વિચારધારા અને માનસિકતા ધરાવતાં હોય તે રીતે રાજયપાલ દ્વારા છેલ્લી ઘડી એ આવેદનપત્ર પોતે સ્વીકારવાની નાં કહી કૉંગ્રેસ પક્ષ નાં આગેવાનો જોડે સરકાર શ્રી નાં ઇશારે અપમાનિત કરી ગાંધી જયંતિ નાં દિવસે જ ગાંધીજી નાં લોકશાહી વિચારધારા ને કચડવાનું કાર્ય કરવામાં આવ્યું છે તેને અમે વખોડીયે છીએ તેમ જણાવવામાં આવ્યું.

કેન્દ્ર ની ભાજપા સરકાર દ્વારા લોકસભા ની ચૂંટણીઓ પહેલા મતબેંક ની રાજનીતિ નાં મલિન ઇરાદા થી આનન ફાનન માં ઉતાવળે લોકસભા માં મહિલા અનામત બિલ લાવવામાં આવ્યું છતાં પણ કોંગ્રેસ અને તેનાં ગઠબંધન INDIA નાં સાથી પક્ષો નાં તમામ સાંસદો દ્વારા ઉપરોકત મહિલા અનામત બિલ ની તરફેણ માં મતદાન કરવામાં આવેલ છતાં પણ કેન્દ્ર ની મોદી સરકાર ઉપરોકત બિલ માં નીતિ વિષયક સુધારા બાદ જ બિલ લાગુ કરવાની વાત લાવી લોલીપોપ બતાવવાં માં આવી જેનાં લીધે ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ સમિતિ દ્વારા તા 29/09/2023 નાં દિવસે દેશ નાં તમામ રાજ્યો નાં કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ ને તેમના રાજ્યો માં પ્રતીકાત્મક ધરણાં દેખાવો કરી કેન્દ્ર ની મોદી સરકાર ને કુંભકર્ણ નિંદ્રા થી જાગી મતબેંક ની લાલચ વગર તાત્કાલીક અસર થી ઉપરોકત મહિલા અનામત બિલ પસાર કરવા માંટે ની માંગણી કરવામાં આવી હતી જેનાં ભાગરૂપે જ આજ ગાંધી જયંતિ નાં દિવસે દેશ નાં તમામ રાજ્યો નાં ગવર્નર શ્રી ને કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા મહિલા અનામત બીલ માં ઓબીસી,એસસી,એસટી અને માયનોરિટી મહિલાઓ નાં અનામત અધિકાર અને હક્કો માટે આવેદન પત્ર આપવા માંટે નું સૂચન કરવમાં આવેલ જેનાં ભાગરૂપે ઉપરોકત આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ.ઉપરોકત કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સેલ ચેરમેન ઘનશ્યામ ગઢવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ sc સેલ ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ અમિત નાયક, પુર્વ ધારસભ્ય બાબુજી ઠાકોર,ઓબીસી સેલ પ્રદેશ ઉપ પ્રમુખ મુકેશ ગઢવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સેલ આગેવાન દિપસિંહ ઠાકોર, એસસી ડિપાર્ટમેન્ટ આગેવાન યોગેશ મૈત્રક, SC સેલ નાં ગાંધીનગર મહિલા પ્રમુખ બીનાબેન,અમદાવાદ ઓબીસી સેલ પ્રમૂખ જયસિંહ ઠાકોર, ઉપપ્રમુખ સંજય ગઢવી , પુર્વ પ્રમુખ જયેશ મુંધવા અને મોટી સંખ્યા માં ઓબીસી, એસટી, એસસી ડિપાર્ટમેન્ટ નાં કાર્યકર્ ભાઈ બહેનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com