અમિત વસાવા (Sp,અમદાવાદ ગ્રામ્ય)
1400 થી 1500 જેટલા પોલીસના જવાનો હોમગાર્ડ જીઆરડીને બંદોબસ્ત માટે લગાડવાના છીએ : અમિત વસાવા
અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય એસ.પી અમિત વસાવા એ જણાવ્યું હતું કે આગામી 15 મી ઓક્ટોબરથી નવરાત્રી નો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ બંદોબસ્ત ને લઈને સંપૂર્ણ રીતે સજ્જ છે.કુલ 1400 થી 1500 જેટલા પોલીસના જવાનો હોમગાર્ડ જીઆરડીને બંદોબસ્ત માટે લગાડવાના છીએ.અમદાવાદ ગ્રામ્યમાં લગભગ ૧૦ થી ૧૨ જગ્યાએ ખાનગી પાર્ટી પ્લોટ માં ગરબાનું આયોજન કરવામાં આવેલ છે.107 થી પણ વધુ જાહેર ગરબાનો આયોજન છે તેમજ શેરી ગરબા સાથે ગણીએ તો ટોટલ 800 થી વધારે જગ્યાએ ગરબાનું આયોજન થવાનું છે.પોલીસ પોતે પોતાના પરિવાર સાથે નવરાત્રી નહીં ઉજવી શકે પરંતુ આપની સુરક્ષા ના બંદોબસ્ત માટે પોલીસ તમામ જગ્યા પર હાજર રહેશે જેથી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બનવા પામે.