અફઘાનિસ્તાન ફરી 6.3ની તીવ્રતાનાં ભૂકંપથી ધણધણ્યું

Spread the love

અફઘાનિસ્તાનમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. 10 કિલોમીટરની ઉંડાઇ પર તેનું કેન્દ્ર હતું. ચાર દિવસ પહેલા આવેલા ભૂકેંપે અફઘાનિસ્તાનમાં વિનાશ વેર્યો હતો. આ ભૂકંપમાં 4000થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.

અફઘાનિસ્તાનમાં ચાર દિવસ પહેલા ભૂકંપના ત્રણ જોરદાર ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.3,5.9 અને 5.5 હતી. આ શક્તિશાળી ભૂકંપમાં કેટલાક ગામ બરબાદ થયા હતા. હજારો નાગરિકો કાટમાળમાં દબાઇ ગયા હતા જેને કારણે તેમના મોત થયા હતા. હજારો મકાનને નુકસાન થયું છે. આ ભૂકંપ દાયકામાં આવેલા સૌથી ઘાતક ભૂકંપમાંથી એક હતું.

ફઘાનિસ્તાનમાં શનિવારે આવેલા ભૂકંપને કારણે ભારે નુકસાન થયું છે. તાલિબાન તરફથી કહેવામાં આવ્યું કે ભૂકંપમાં 4 હજાર કરતા વધુ લોકો માર્યા ગયા છે જેમાં 9 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3ની માપવામાં આવી હતી.
USGS મુજબ, ધરતીકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર હેરાતથી 40 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com