ગુજરાતમાં જ્યારે મેચ અને ગરબા ની સીઝન આવે એટલે ભાજપના હોદ્દેદારો ધારાસભ્યથી લઈને અનેક લોકો પરેશાન થઈ જાય અને મેચની ટિકિટ મેળવવા તથા જાેવા ઉચ્ચ કક્ષાએથી ફોનની ઘંટડીઓ રણકે, ત્યારે ભાજપના મોટાભાગના નેતા હોય તો ફોન સ્વીચ ઓફ અને એરોપ્લેન મોડમાં મૂકી દીધા છે, શું કરે? ક્યાંથી લાવે? ત્યારે અમદાવાદ અને gj-૧૮ ના એમએલએ ની હાલતો મેચના પાસ સિવાય આ સાત દિવસમાં સૌથી વધારે ફોન આવ્યા છે, એમએલએ હોય કે નગરસેવક કે પછી હોદ્દેદારોનું શું આ કામ છે?, ત્યારે મેચ જ પૂર્ણ થાય તે બાદ નવું હવે ગરબાના પાસનું આવશે, ત્યારે તોબા તોબા પોકારીને હવે હોદ્દેદારો પણ ભાગતા ફરે છે, ફોન ઉપાડીએ અને ના પાડીએ અને વાતચીત થાય તો સંબંધ બગડે, એના કરતા એરોપ્લેન મોડમાં ઘુસાડી દો, માથાકૂટ નહીં.
Gj-૧૮ ખાતે હાલ શિક્ષાપત્રી, કેસરિયા અને થનગનાટના ગરબા આયોજકો પણ પાસથી પરેશાન છે, ત્યારે હવે નેતાઓને પણ પાસ ના ફોન મેચ ના આવ્યા બાદ હવે ગરબાના શરૂ થઈ જશે, ત્યારે હવે દસ દિવસ ભાગતા ફરવું પડે એવી સ્થિતિથવાની છે, મેચમાં તો ૭ દિવસથી તોબા પોકારી ગયેલા નેતાઓ હોદ્દેદારો હવે ગરબાના પાસમાં નવ દિવસ ભેખડે ભરાયા જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે gj-૧૮ ખાતે નાણાં થી ખરીદીને ગરબા જાેનારા ૨૦ ટકા પણ નથી ત્યારે ૮૦% મફતિયા પાસ ગરબા માટે ફોનો કરતા હોય છે, હવે ભલેને હાથમાં એક લાખનો મોબાઇલ, ૫૦ લાખની ગાડી અને ૫ લાખનો સોનાનો હાર પહેર્યો હોય, તેવો પણ ગરબાના પાસ માંગવા ફોનો ધધડાવી રહ્યા છે, ત્યારે કફોડી હાલતો ગરબા આયોજન કોની પણ થઈ છે, ત્યારે વિનામૂલ્ય અને પોતાના સ્વખર્ચે કરતાં ગરબા એવા સેક્ટર-૫ મહાકાળી મંદિરના ગરબા લોકો હજારોની સંખ્યામાં લોકો જાેવા આવે છે, નો ટિકિટ નો પાસ બધા આવે એવી આશ સાથે યોજાય છે, ત્યારે મેચમાં ફસાયા પાસના પ્રોબ્લેમમાં અને એ પણ એક દિવસ ત્યારે હવે ગરબા નવ દિવસનો ડખો, હવે શું કરવું? આયોજકો પાસેથી લઈ લઈને કેટલા લેવા?