દેશમાં સૌથી વધારે અને ખાસ ગુજરાતમાં જે રીતે શિક્ષણ મોંઘીદાટ થતું જાય છે અને રાજ્ય સરકારના અનેક પરિપત્રો બહાર પાડવા છતાં શિક્ષણ માંધાતાઓ જે ગાંઠતા નથી. જેથી આ પ્રશ્ન કોંગ્રેસ પણ જોઈએ તેવો વિરોધ નોંધાવી શકી નથી. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ આ બે પક્ષ સિવાય કોઈ ફાવ્યો નથી પણ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની કામગીરીને અનુલક્ષીને ગુજરાતમાં હવે બિલ્લીપગે પગપેસારો થવા માંડ્યો છે. આપ અને અંડરકરંટ મજબૂત છે. ત્યારે રાજકોટમાં પણ આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારો ઊભા રાખવાનો તખતો ઘડાઈ ગયો છે. ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં ધીરે ધીરે પગ પેસારો કરી સાબરકાંઠામાં આ પાર્ટીમાં કાર્યકરો જોડાઈ રહ્યા છે.
સાબરકાંઠા એટલે અરવલ્લી જિલ્લાનું વડુમથક એવા મોડાસામાં પણ આપ દ્વારા ધીરે ધીરે સક્રિયતા દેખાઈ રહી છે. ત્યારે ગુજરાતની રાજનીતિનો અત્યાર સુધીનો ઈતિહાસ જોઈએ તો ક્યારે પણ ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજી પાર્ટી ફાવી નથી. પરંતુ હવે કંઈક નવા જૂની થવાના એંધાણ છે. દિલ્હીમાં આમઆદમી પાર્ટી જામી ચૂક્યા બાદ સમગ્ર દેશમાં અરવિંદ કેજરીવાલ આપ પાર્ટી પગપેસારો કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આપ સક્રિય થઈ છે અને અલગ અલગ જિલ્લામાં પ્રમુખ અને તાલુકા પ્રમુખ નિમવામાં આવ્યા છે. આવનારા સમયમાં આવી રહેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આપ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
ત્યારે અરવલ્લીમાં પણ આપ દ્વારા યુવાનોના હાથમાં પાર્ટીના સુકાન સોંપ્યા બાદ દરેક તાલુકામાં બેઠકોનો દોર શરૂ થયો છે. અરવલ્લી જિલ્લાના વડું મથક એવા મોડાસામાં પણ આપ દ્વારા કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવી. જેમાં આવનારા સમયમાં આવી રહેલા ઈલેકશનને લઈ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગમાં પ્રદેશ સંગઠનના સચિવ રમેશભાઈના ભાણી અને મેહુલભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં અરવલ્લીના તમામ તાલુકા પ્રમુખ તેમજ આપના તમામ હોદેદારો હાજર રહ્યા હતા. જેમાં આવનારી ચૂંટણીની રણનીતિ તૈયાર કરી ઇલેક્શનનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. તે જોતા લાગી રહ્યું છે અરવલ્લીમાં “આપ” ભાજપ અને કોંગ્રેસનું ટેન્શન વધારી શકે છે.