અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ અમદાવાદ ઈવેન્‍ટ યોજાઈ : ઈવેન્‍ટમા વિવિધ ક્ષેત્રે રૂપિયા ૧૨,૫૭૧ કરોડના સંભવિત રોકાણો સાથેનાં ૪૮૪ MoU થયા

Spread the love

૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધી યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઈવેન્‍ટ્સમાં અત્યાર સુધી ૨૫૯૦ MoU થયા – રૂપિયા ૨૫ હજાર કરોડથી વધુનું રોકાણ આવશે – ૬૫ હજારથી વધુ યુવાઓને રોજગાર અવસર મળશે: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને વોકલ ફોર લોકલની વડાપ્રધાનશ્રીની સંકલ્પના વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ સાકાર કરે છે

રાજ્યમાં જિલ્લા સ્તરે ઉદ્યોગોની વેલ્યુ ચઈન અને ઈકો સિસ્ટમ ઉભી કરવાની નેમ છે

ગુજરાત અને ગુજરાતીઓની વ્યાપાર કુશળતા – ઉદ્યોગ સાહસિકતાને વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ સમિટથી નવું બળ મળશે

અમદાવાદ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટની સફળતા વર્ણવતા ગૌરવસહ કહ્યું કે, આવી રાજ્યવ્યાપી ઇવેન્ટની ફળશ્રુતિએ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૨,૫૯૦ MoU રૂ. ૨૫,૧૪૭ કરોડના રોકાણો માટે થયા છે. એટલું જ નહીં, આ સંભવિત રોકાણોને પરિણામે ૬૫ હજારથી વધુ રોજગારીની તકો આવનારા સમયમાં નિર્માણ થશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ અમદાવાદ ઇવેન્ટના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા અમદાવાદના પ્રભારી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આ અવસરના સાક્ષી બન્યા હતા.અમદાવાદમાં આયોજીત આ ઈવે‍ન્ટમાં વિવિધ ક્ષેત્રે રૂ.૧૨,૫૭૧ કરોડનાં સંભવિત રોકાણો માટેના ૪૮૪ MoU થયા હતા. આનાં પરિણામે અંદાજે ૧૭ હજાર જેટલી રોજગારીની તકો ભવિષ્યમાં ઉભી થશે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ૨૦૦૩માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને વૈશ્વિક રોકાણકારોના બે દાયકાથી મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી આજે નોલેજ શેરીંગ અને નેટવર્કિંગનું એક સક્ષમ પ્લેટફોર્મ બની ગઈ છે.મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી બન્યો છે તેને ત્રીજા નંબરે લઈ જવામાં તથા ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવામાં વાઇબ્રન્ટ સમિટ અને વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ જેવા લાર્જ સ્કેલ આયોજનો ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટની સફળતાની ફળશ્રુતિને જિલ્લાસ્તરે વ્યાપક બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણાથી આ વર્ષની વાઇબ્રન્ટ-૨૦૨૪માં વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટની નવતર પહેલ શરૂ કરી છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના દરેક જિલ્લાનું આગવું પોટેન્શિયલ અને સ્ટ્રેન્થ છે. તેને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો આપણો નિર્ધાર છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @૨૦૪૭નો જે ધ્યેય રાખ્યો છે તેમાં ગુજરાતનો દરેક જિલ્લો પોતાનું યોગદાન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ખભે ખભો મિલાવી ઉભો રહેવા સજ્જ બનાવવો છે તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, જિલ્લા સ્તરે ઉદ્યોગકારો – રોકાણકારોમાં પાર્ટિસિપેશન અને ઓનરશીપની ભાવનાથી વાઇબ્રન્ટ સમિટને બ્રાન્ડિંગ અને બોન્ડીંગ બેય માટે સક્ષમ મંચ મળે છે.આવી જિલ્લા સ્તરની ઇવેન્ટમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી, MSME, સ્ટાર્ટ અપ, SHG, મહિલા ઉદ્યોગ સાહસિકોને સાંકળી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, એક્ઝિબિશન, ક્રેડિટ લિંકેજ, સેમિનાર, વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બજાર, B2B, B2C, B2G મીટીંગ્સ પણ યોજવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અને ‘વોકલ ફોર લોકલ’ નો જે મંત્ર આપ્યો છે તે આવી જિલ્લા સ્તરીય મીટ સાકાર કરે છે તેમ પણ જણાવ્યું હતું.વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે તેને અનુરૂપ ઉદ્યોગો જિલ્લા સ્તરે ઉપલબ્ધ બને તેવી એક આખી વેલ્યુચેઈન અને ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે.ભૂપેન્દ્ર પટેલે ૨૦મી સદીના પ્રારંભથી જ ગુજરાત અને ભારતના અગ્રણી ઔદ્યોગિક શહેર તરીકે ખ્યાતિ પ્રાપ્ત અમદાવાદના ઔદ્યોગિક, આર્થિક વિકાસને સ્પીડ અને સ્કેલ સાથે આગળ ધપાવવામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ સમિટના રોકાણો બળ આપશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં એકવીસમી સદીના નવા ભારતનું પ્રભાત ગુજરાતથી થયું હતું. વડાપ્રધાનશ્રીના વિશાળ વિઝનના પરિણામે 2003થી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ એટલી સફળ રહી છે કે અન્ય રાજ્યો પણ તેનું અનુકરણ કરી ગુજરાતના ઉદ્યોગકારોને તેમના રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું.

ઋષિકેશ પટેલે કહ્યું કે, અનેક ઉદ્યોગકારોએ ગુજરાતથી શરૂઆત કરી અને આજે દેશ-વિદેશમાં નામના મેળવી છે. પોલિસી ડ્રિવન રાજ્ય હોવાને કારણે ગુજરાત દુનિયાભરના રોકાણકારોની પ્રથમ પસંદ બન્યું છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ઉદ્યોગો ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક સાનુકૂળતા સાથે આગળ વધી રહ્યા છે. જેના પરિણામે આજે ઉદ્યોગો થકી 21 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. તેમણે કહ્યું કે, હવે જ્યારે માઇક્રોન કંપની પણ સેમિકંડક્ટર ચિપ્સનું ઉત્પાદન ગુજરાતમાં કરવા જઈ રહી છે. ત્યારે નવી ટેકનોલોજીને અનુરૂપ તાલીમબદ્ધ કર્મચારીઓ તૈયાર માટે નવા સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ પણ બનાવવામાં આવ્યા છે. તેમણે દુનિયામાં ભારત અને ભારતમાં ગુજરાત અગ્રેસર બને તે માટે પ્રયાસો કરવા આહવાન કર્યું હતું.

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યને વૈશ્વિક વિકાસની દિશામાં લઈ જવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ કર્યો હતો. અનેક ઉદ્યોગકારોને જોડવા માટે વાઇબ્રન્ટ ગુજરાત મહત્વનું પ્લેટફોર્મ બન્યું છે.ગુજરાતની પ્રગતિની વાત કરતાં જણાવ્યું કે, આજે સમગ્ર દેશની કુલ નિકાસમાં ગુજરાત 33% નિકાસ કરી રહ્યું છે, જ્યારે કુલ ઉત્પાદનમાં 18% ઉત્પાદન ગુજરાત કરી રહ્યું છે. આ ઉપરાંત સ્ટાર્ટ અપમાં પણ ગુજરાત અવ્વલ છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. રાજ્યમાં આજે નાના મોટા તમામ ઉદ્યોગકારોને સરળતાથી તમામ વ્યવસ્થાઓ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થાઓ કરાઈ છે.

બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અમેરિકા પ્રવાસની ફલશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને માઇક્રોન ટેકનોલોજી વચ્ચે MOU થયા. અમદાવાદ રાજ્યમાં રોજગારી અને ઉત્પાદન ક્ષેત્રે અવ્વલ છે એમ ઉમેરી મંત્રીશ્રીએ શહેર અને જિલ્લાના તમામ ઉદ્યોગકારોને રોકાણ કરવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા જેમાં GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદિપ એન્જિનિયર, CII ચેરમેન શ્રી દર્શન શાહ, ASSOCHAM ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન શ્રી ચિંતન ઠાકર અને FICCIના ચેરમેન શ્રી રાજીવ ગાંધીએ પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે, રાજ્યમાં ઉધોગોને સરકાર તરફથી હંમેશા સાથ સહકાર સાંપડ્યો છે. બે દાયકા પહેલા રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગવા વિઝનથી શરૂ થયેલી વાઇબ્રન્‍ટ સમિટ આજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવી મોટી ઈવેન્‍ટ બની ગઈ છે.આજના પ્રસંગે સાંસદ  નરહરિ અમીન, ધારાસભ્ય સર્વશ્રીઓ અમૂલ ભટ્ટ, જીતેન્દ્ર પટેલ, દીનેશસિંહ કુશવાહા, હર્ષદ પટેલ, અમિત ઠાકર, કૌશિક જૈન, પાયલ કુકરાણી, દર્શનાબેન વાઘેલા, કંચનબેન રાદડિયા, અમદાવાદ શહેર મેયર શ્રીમતી પ્રતિભા જૈન તેમજ ખાણ અને ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર, પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમાર, અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે., અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ.થેન્નારસન સહિતના અધિકારીશ્રીઓ તથા અમદાવાદ મહાનગરપાલિકાના હોદ્દેદારો અને જિલ્લાના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com