યુવકે નવલખી ગરબા ગ્રાઉન્ડના લાઇટના પોલ પર 22 ફૂટની ઊંચાઇએ વાયર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર

Spread the love

હાલ નવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે પહેલીવાર એવુ બન્યું છે કે, ગરબા ગ્રાઉન્ડ પર કોઈએ આત્મહત્યા કરી હોય. વડોદરાના પ્રખ્યાત નવલખી ગરબા ગ્રાઉન્ડ પર એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકે લાઈટના બનાવેલા ટાવર પર ચઢીને આત્મહત્યા કરી લેતા ગ્રાઉન્ડ પર અરેરાટીભર્યો માહોલ જોવા મળ્યો. સવારે ટાવર પર યુવકનો લટકતો મૃતદેહ જોવા મળ્યો.

નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબા મેદાનની ઘટના છે. વહેલી સવારે ગ્રાઉન્ડ પર યુવકનો લટકતો મૃતદેહ જોવા મળ્યો. વડોદરામાં ગરબા મેદાનમાં યુવાને ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. લાઈટના બનાવેલા ટાવર પર ચઢી યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

નવલખી કમ્પાઉન્ડમાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડના લાઇટના પોલ પર 22 ફૂટની ઊંચાઇએ વાયર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગઈ રાતે 3 વાગે ગરબા ગ્રાઉન્ડ ની લાઈટો બંધ કરવામાં આવી હતી. આજે સવારે કેટલાક યુવકો ક્રિકેટ રમવા માટે આવ્યા તે દરમિયાન લાઈટના ટાવરની ટોચે એક મૃતદેહ લટકતો જોઈ લોકો ભેગા થઈ ગયા હતા. મૃતકે ટાવર પર ચડી ગયા બાદ લાઈટનો વાયર તોડીને ખાધો હતો.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પહોચી હતી અને યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. આ યુવક કોણ છે અને આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com