રાજકીય લાભ મેળવવા કાર્યક્રમો માટે  એ.એમ.ટી.એસ.ની બસોનાં ભાડાની રકમ  સરકાર અથવા કમલમ પાસેથી વસુલ કરો : શહેઝાદ ખાન

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ

માત્ર પાંચ મોટા કાર્યક્રમોની બસો માટે કુલ ખર્ચ ૧.૩૩ કરોડ

તા.૨૧-૦૪-૨૨ના રોજ યુ.કે.પી.એમ રોડ શો માં ૨૭૯ બસો માટે ૧૬.૬૪ લાખ

તા.૧૯-૦૪-૨૨ના રોજ મોરેશિયસ પી.એમ. રોડ શો માં ૨૨૫ બસો માટે ૧૮.૪૦ લાખ,

તા.૦૨-૦૭-૨૨ના રોજ ગૃહ મંત્રી દ્વારા વિવિધ લોકાર્પણ માં ૧૫૫ બસો માટે ૧૦.૨૯ લાખ

તા.૦૫-૦૭-૨૨ના રોજ  વંદે ગુજરાત વિકાસ યાત્રા માં ૨૮૮ બસો માટે ૧૯.૧૦ લાખ

તા.૨૩-૦૩-૨૦ના રોજ નમસ્તે ટ્રમ્પ રોડ શો માં ૫૭૮ બસો માટે ૬૮.૬૭ લાખ

અમદાવાદ

સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપતાં કહયું કે  તા.૧૯-૧૦-૨૩ના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં સને ૨૦૨૧-૨૨ તથા ૨૦૨૨-૨૩ દરમ્યાન અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા એ.એમ.ટી.એસ.પાસેથી વિવિધ દિવસો માટે કુલ ૫૦૭૨ બસ વર્ષી પુરી પાડવા માટે થયેલ ખર્ચ ૩.૧૨ કરોડ જેટલી માતબર રકમ મ્યુ.કોર્પો.દ્વારા એ.એમ.ટી.એસ.ને અપાયેલ લોન પેટે જમાખર્ચી કરવાની મંજુરી આપવાનું કામ છે ખરેખર તો વિવિધ કાયક્રમો પૈકી મોટા ભાગના કાર્યક્રમો જેવા કે તા.૨૧-૦૪-૨૨ના રોજ યુ.કે.પી.એમ રોડ શો માં ૨૭૯ બસો માટે ૧૬.૬૪ લાખ તા.૧૯-૦૪-૨૨ના રોજ મોરેશિયસ પી.એમ. રોડ શો માં ૨૨૫ બસો માટે ૧૮.૪૦ લાખ, તા.૦૨-૦૭-૨૨ના રોજ ગૃહ મંત્રીશ્રી દ્વારા વિવિધ લોકાર્પણ માં ૧૫૫ બસો માટે ૧૦.૨૯ લાખ તા.૦૫-૦૭-૨૨ના રોજ શ્રી વંદે ગુજરાત વિકાસ યાત્રા માં ૨૮૮ બસો માટે ૧૯.૧૦ લાખ તા.૨૩- ૦૩-૨૦ના રોજ નમસ્તે ટ્રમ્પ રોડ શો માં ૫૭૮ બસો માટે ૬૮.૬૭ લાખ આમ વિવિધ નાના મોટો કાર્યક્રમોમાં બસો મ્યુ.કોર્પો.દ્વારા ભાડે રાખેલ તેનો કુલ ખર્ચ ૩.૧૨ કરોડ થવા પામેલ છે આ તમામ કાર્યક્રમો પૈકી મોટા ભાગના કાર્યક્રમો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કાર્યક્રમો હતાં તે કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા એ.એમ.ટી.એસ.ની બસોનો ઉપયોગ માત્ર ને માત્ર રાજકીય લાભ મેળવવા માટે કરેલ હોઇ તે રકમ રાજ્ય સરકાર દ્વારા અથવા કમલમ માંથી વસુલ કરવી જોઇએ જેથી મ્યુ.કોર્પોની તિજોરી પર વધારાનું કોઇ ભારણ ના આવે.એ.એમ.ટી.એસ.પાસે હાલ કુલ ૬૦૦ બસો છે તેમાંથી અમુક દિવસે તો ૮૦% થી ૫૦% સુધીની બસો ભાડે આપી પ્રજાને પરિવહન કરવા બાબતે મોટી મુશ્કેલી પડેલ છે તે બાબતનું કોઇ ધ્યાન રાખવામાં એ.એમ.ટી.એસ.ના અધિકારી ઉણાં સાબિત થયાં છે. આમ મ્યુ.કોર્પોનું વહીવટી તંત્ર તથા ભાજપના સત્તાધીશો માત્ર ને માત્ર પી.એમ.અને સી.એમ.ને વહાલાં થવા કોમનમેનની સતત અવગણના કરવામાં આવે તે ભાજપ માટે શરમજનક બાબત છે જેથી કાર્યક્રમો માટે ભાડે રાખેલ બસો માત્ર ભીડ એકઠી કરી રાજકીય લાભ મેળવવા માટે કરેલ હોઇ તે રકમ રાજ્ય સરકાર અથવા કમલમ પાસેથી વસુલ કરવા તેમજ આવા કાર્યક્રમો દરમ્યાન નાગરિકોને સારી પરિવહન સેવા મળી રહે તેને પ્રાધાન્ય આપવા કોંગ્રેસની માંગણી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com