પોરબંદરના સાંસદ રમેશ ધડુક્નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પુત્રનો પણ રીપોર્ટ પોઝિટિવ આવતા સૌરાસ્ટ્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે જન્માસ્ટમી જેવા પર્વ તહેવારમાં સાંસદના ઘરે ઉત્સવ યોજાયો હતો. અને સાંસદના પૌત્ર કૃષ્ણા બન્યા હતા. ત્યારે નામાંકિત ગાયન કલાકારો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, ત્યારે ગીતા રબારી સહિતના કાર્યકરોની હાજરીથી અનેક લોકો ક્વોરોન્ટાઈન થાય તેવી શક્યતા જોવાઈ રહી છે, ત્યારે નિયમો, ઠરાવો, પરીપત્રો, શું સામાન્ય પબ્લિક માટે? 1 હજારનો દંડ પણ સામાન્ય પબ્લિક માટે? ત્યારે આવા ઉત્સવ યોજાય ત્યારે મંજૂરી આપી કોણે? તે પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે.