Gj-૧૮ શહેરમાં નવરાત્રિનો આજે સાતમો દિવસ છે, ત્યારે નવરાત્રી જામી છે, શહેરમાં મૂનલાઈટ કેસરિયા, થનગનાટથી લઈને સેક્ટરોના ગરબાઓમાં તળાફળી મચી છે, ત્યારે gj ૧૮ ખાતે મૂનલાઈટ ગરબા એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, અત્યારે મૂન લાઈટ ગરબા નંબર-૧ ઉપર દોડી રહ્યું છે, પબ્લિકની ભીડ, પાર્કિંગ, સજાવટ, સુંદર સાઉન્ડથી લઈને ગરબા રસિકો અને જાેવાવાળા પ્રેક્ષકોનો નંબર-૧ બન્યું મુનલાઇટ,
Gj-૧૮ ખાતે હાલ કોમર્શિયલ ગરબાઓ ત્રણ જગ્યાએ ચાલે છે, ત્યારે સૌથી જાેરદાર ગરબાનું આયોજન બધાએ કર્યા બાદ પ્રથમ ક્રમાંકે હાલ મુનલાઈટ મેળવી રહ્યું છે, હજારો પબ્લિકનો વ્યૂ મુનલાઇટઉપર ફોકસ થયો છે, ત્યારે એકવાર મુનલાઇટની મુલાકાત લેવા જેવી ખરા? વધુમાં શિક્ષાપત્રી ગ્રુપ ફાઉન્ડેશન દ્વારા નીજાનંદ ફાર્મ ગિફ્ટ સિટી ખાતે પ્રથમવાર બેટિંગ અને ભારે બેટિંગ કરવામાં આવી છે, ત્યારે આ ગરબાને સફળ બનાવવા ફિલ્ડિંગ પણ શિક્ષાપત્રી ગ્રુપ દ્વારા ૨ મહિનાથી ભરી છે, ત્યારે શિક્ષાપત્રી ગ્રુપ પોતે કોરોનાની મહામારીમાં અનેક લોકો માટે તારણહાર બની હતી. લોકોને ઘર સુધી ટિફિનથી લઈને ગરીબોને અનાજની કીટનું યોગદાન આપ્યું હતું, તથા રોજબરોજ સિવિલ ખાતે સાંજે ખીચડી પણ દર્દીઓના સગાઓને આપવામાં આવે છે, ત્યારે શિક્ષાપત્રી ગ્રુપ દ્વારા જે આવક ગરબામાંથી આવશે તે ટ્રસ્ટ દ્વારા પોતે સરાહનીય કામો તથા સેવામાં વાપરવાની પણ જાહેરાત કરી છે, અને ગુડબિલ ધરાવતું અને નામાંકિત ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાઓ ચાલી રહી છે,મુનલાઈટ ગરબા મહોત્સવ મા કુંવર રાજવીર સિંહજી ને લોકપ્રિય ગાયક રાજલ બારોટ સાથે ઈનામ વિતરણ નરેન્દ્રસિંહ ચાવડા ભવાની એન્ટર પ્રાઈઝ ના હસ્તે કરવામાં આવ્યું હતું,