કેન્દ્ર સરકારે એરપોર્ટ ઓથોરેટીના 12 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ અમદાવાદ, મેંગ્લુ, તિરુવંતપુરમ, જયપુર, લખનઉ, ગુવ્હાટી એરપોર્ટનું ખાનગીકરણ પહેલાથી જ કરવામાં આવ્યું છે. ત્યારે અદાણી ગ્રુપે ઊંચી બોલી બોલીને તમામ એરપોર્ટ ખરીદી લીધા છે. હવે જે 6 જેટલા એરપોર્ટ ઉપર મંજૂરીની રાહ જોવાતી હતી તેમાં અમૃતસર, ઈન્દોર, ત્રિચી, રાંચિ, ભુવનેશવર અને રાયપુર એરપોર્ટના ખાનગીકરણને મંજૂરી મળે તેવી શક્યતા છે.