રાજકોટમાં પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ, એક્ટિવા પર ટ્રક ચડાવી દઈ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા પ્રયાસ, 3 નાં મોત

Spread the love

રાજકોટમાં અકસ્માત સર્જી ત્રણ લોકોની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પહેલાં શહેરના આજી ડેમ ચોકડી પાસે ટ્રકની અડફેટે એક્ટિવા સવાર ત્રણ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. જોકે, અકસ્માતની ઘટના મામલે પોલીસે તપાસ કરતા આ અકસ્માત નહીં પરંતુ ત્રિપલ મર્ડર હોવાનો ખુલાસો થયો છે. જેમાં યુવતીના પતિએ જ હત્યા કરવાના ઈરાદે ટ્રક એક્ટિવા પર ચડાવી પત્ની પારુલ, પત્નીના પ્રેમી નવનીત અને પોતાના 10 વર્ષના બાળક ઉપર ટ્રક ચડાવી દઈ હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર મામલે એસીપી ભાવેશ જાદવે જણાવ્યું હતું કે, આ અકસ્માત નહીં પરંતુ ત્રિપલ મર્ડર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં મૃતક મહિલાને નવનીત રામજીભાઈ વરૂ સાથે પ્રેમ સંબંધ હતો. જેથી આ મામલે પારુલના પતિ સાથે માથાકૂટ ચાલતી હતી. જેને લઇને પારુલના પતિએ જ હત્યા કરવાના ઈરાદે ટ્રક એક્ટિવા પર ચડાવી પત્ની પારુલ, પત્નીનો પ્રેમી નવનીત અને પોતાના 10 વર્ષના બાળકની હત્યા કરી હતી. હાલ પીઆઇ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આરોપી પતિને સકંજામાં લઈ IPC 302 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ રાજકોટમાં આજે રવિવારના દિવસે ગોઝારો અકસ્માત થયાનું સામે આવ્યું હતું. જેમાં આજી ડેમ ચોકડી નજીક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા એક બાળક અને એક યુવતી સહિત ત્રણના મોત નિપજ્યાં હતા. સમગ્ર ઘટાને પગલે સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ત્રણેય મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરની ભાગોળે આજી ડેમ ચોકી પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે અડફેટે લેતા એક્ટિવા સવાર તમામ લોકો ફૂટબોલની જેમ ફંગોળાયા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. આ અંગેની જાણ થતાં પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં એક 10 વર્ષના બાળકનું મોત નિપજ્યું હોવાથી તેને પોસ્ટમોર્ટમ માટે અને અન્ય એક યુવતી તેમજ એક યુવકને સારવાર માટે ખસેડાયા હતા.

જોકે, અતિ ગંભીર રીતે ઘાયલ યુવતી અને યુવકનું પણ ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ બંનેના નામ 24 વર્ષીય નવનીત સામજીભાઈ વરૂ તેમજ 32 વર્ષીય પારુલબેન દફડા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તો મૃતક યુવતી અને યુવક કેટરિંગનું કામ કરતા હોવાનું જાણવા મળતા પોલીસે પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે મોતને ભેટેલા બાળકની ઓળખ મેળવવા પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગોઝારા અકસ્માતને પગલે આસપાસના વિસતારોમાં અરેરાટી ફેલાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com