અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધા ૨૦૨૩ નું ભદ્રકાળી માતાનું મંદિર,ભદ્ર પ્લાઝા ખાતે આયોજન : પ્રથમ ૩૧,૦૦૦ દ્વિતીય ૨૧,૦૦૦ અને તૃતીય વિજેતા ટીમને ૧૧,૦૦૦ રૂપિયાનું ઇનામ

Spread the love

સાત ઝોનમાં પ્રથમ આવનાર વિજેતા ટીમને મેયરના હસ્તે રૂપિયા. ૫૧,૦૦૦ નું ઇનામ તેમજ ટ્રોફી એનાયત, આ સ્પર્ધામાં કુલ રૂપિયા ૪,૯૨,૦૦૦ ના ઇનામ આપવામાં આવ્યા

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે આવે છે.તેમજ સાંસ્કૃતિક/ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત આજરોજ ચાચર ચોક,ભદ્રકાળી માતાનું મંદિર,ભદ્ર પ્લાઝા અમદાવાદ ખાતે મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધા ૨૦૨૩ નું માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ. આ મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધા કુલ ૭ ઝોનમાં યોજાય છે.જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને ઇનામની રકમ આપવામાં આવે છે .જેમાં પ્રથમ આવનાર વિજેતા ટીમને રૂપિયા ૩૧,૦૦૦ દ્વિતીય આવનાર વિજેતા ટીમને રૂપિયા ૨૧,૦૦૦ અને તૃતીય આવનાર વિજેતા ટીમને ૧૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે.આ સાત ઝોનમાં પ્રથમ આવનાર વિજેતા ટીમોની સ્પર્ધા આજરોજ ભદ્ર ચોક મંદિર ખાતે રાખવામાં આવેલ જેમાં પ્રથમ આવનાર વિજેતા ટીમને માન. મેયરશ્રી ના હસ્તે રૂપિયા. ૫૧,૦૦૦ નું ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ રૂપિયા ૪,૯૨,૦૦૦ ના ઇનામ આપવામાં આવ્યા હતા.

આજરોજ મેયર મેયરના અધ્યક્ષ સ્થાને વિજય પદ્મ ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ડો કિરીટભાઈ સોલંકી( સાંસદ સભ્યશ્રી),શ્રી હસમુખભાઈ પટેલ (સાંસદ સભ્યશ્રી), કૌશિકભાઈ જૈન (ધારાસભ્યશ્રી),ડે.મેયર શ્રી જતીનભાઈ પટેલ, વિવિધ પદાધિકારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા નગરજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com