શિક્ષણવિભાગના રોજબરોજ નીતિનિયમો કાઢના અને શિકસનના વ્યાપીકરણને એકરૂપ થતી આ નીતિ સામે ABVP ધ્વારા વિરોધ દર્શાવ્યો છે. શિક્ષણ વિભાગના સચિવ ધ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સેન્ટર ઓફ એકસેલન્સ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે અરજી કરવા માટે લખેલી શરતો આશ્ચર્યજનક છે જેમાં ફકત પ્રાઇવેટ સંસ્થાઓને પ્રત્યક્ષ રૂપથી લાભ પહોંચાડવાનો ઉદ્દેશ જાહેર થાય છે એક બાજુ પ્રાઇવેટ સંસ્થાઓ આ સેન્ટર ઓફ એકસેલન્સ ના માધ્યમથી ફી અને પ્રવેશ પ્રક્રિયામાં ખુલ્લી કમિશનનો ધંધો ચલાવશે તો બીજી બાજુ રાજ્યની પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓને આ સેન્ટર ઓફ એકસેલન્સની અરજીથી દુર રાખવાથી એમની છબી બગાડવાનું તથા સરકારનો પોતાની સરકારી સંસ્થા પર ઓછો ભરોસો જાહેર થાય છે.
ભૂતકાળ માં કરેલા નિર્ણય સ્ટડી ઇન ગુજરાત, 50% મેનેજમેન્ટ કોટા, એન્જીનીયરીંગ કોલેજોમાં સીટોનો પટાડો રાજ્યમાં શિક્ષણને ગીરવે મુકવા જેવા નિર્ણયો થયા છે, આ નિર્ણય સરકારના નહિ પરંતુ શિક્ષણ વિભાગના છે. સરકાર અને શિક્ષણ વિભાગની વચ્ચે સમજણનો અભાવ છે વધારવાનું કાર્ય દલાલ અધિકારીઓ, કર્મચારીઓ અને ખાનગી સંચાલકો કરી રહ્યા છે તેવો એબીવીપીએ આક્ષેપ કર્યો છે. સેન્ટર ઓફ એક્સેલેન્સ નિર્ણય જોતા એવું લાગે છે કે સરકારના ધ્યાન બાર શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયને લઇને ચારે અભાવિપે વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓને રજૂઆત કરી ત્યારબાદ તેમને પણ સરકારને લેખિતમાં રજૂઆત કરી છે કે આ | નિર્ણયમાં સરકારી યુનિવર્સિટીઓ પણ સ્થાન આપવામાં આવે અભાવે પની માંગ છે કે આ નિર્ણયને સરકાર દ્વારા તુરત પાછો લેવામાં આવે અને નવો નિર્ણય બાર પાડવામાં આવે જેમાં સરકારી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ થાય તેવી માંગ કરી છે.