દિવાળી પહેલા સરકાર માલામાલ,, જીએસટીથી ગયા વર્ષના ઓક્ટોબર સુધીમાં થયેલી કુલ આવકની સરખામણીએ 13 ટકા વધુ આવક

Spread the love

કેન્દ્ર સરકારની તિજોરી, દિવાળી પહેલા જ રૂપિયાથી છલોછલ ભરાઈ ગઈ છે. દેશમાં જીએસટી લાગુ પડ્યા પછી બીજી વાર આટલી મોટી વિક્રમી આવક માત્ર એક જ મહિનામાં થવા પામી છે. કેન્દ્ર સરકારે ગત એપ્રિલ મહિનામાં 1 લાખ 87 હજાર કરોડની આવક જીએસટી તરીકે થવા પામી હતી. જે અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારને જીએસટી તરીકે મળેલા રૂપિયામાં સૌથી વઘુ હોવાનું કહેવાય છે.

કેન્દ્ર સરકારને ઓક્ટોબર મહિનામાં 1 લાખ 72 હજાર કરોડની આવક થવા પામી છે. જે ગત એપ્રિલ મહિનામાં થયેલ આવકની સરખામણીએ થોડીક જ ઓછી છે. જો સરકારને જીએસટી તરીકે પ્રાપ્ત થતી આવકને ધ્યાને લઈએ તો, ઓક્ટોબર 2023માં થયેલ આવક, ગયા વર્ષના ઓક્ટોબર સુધીમાં થયેલી કુલ આવકની સરખામણીએ 13 ટકા વધુ આવક છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં થયેલી જીએસટીની આવકને સરરેશ તરીકે જોઈએ તો, કેન્દ્ર સરકારને સરરેશા 1 લાખ 66 હજાર કરોડની આવક થવા પામી છે.

ઓક્ટોબર મહિનામાં જીએસટીના થયેલા કુલ કલેક્શનમાંથી, સરકારે 1 લાખ 72, હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં કેન્દ્ર સરકારની સીજીએસટી તરીકે 30 હજાર 62 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી તરીકે 38 હજાર 171 કરોડની રકમ પ્રાપ્ત થવા પામી છે. રૂપિયા 91 હજાર 315 કરોડ રૂપિયા આઈજીએસટી તરીકે અને 12 હજાર 456 કરોડ સેસ તરીકે પ્રાપ્ત થયા છે. ઓક્ટોબર મહિનામાં થયેલી અધધ આવકને પગલે, નાણાકીય વર્ષ 2023-2024ની સરેરાશ જીએસટીની આવક વધીને 1 લાખ 66 હજાર કરોડે પહોચી ગઈ છે. જે ગત નાણાકીય વર્ષ 2022-2023ની સરખામણીએ 11 ટકા વધુ છે.

કેન્દ્ર સરકારને ઓક્ટોબર મહિનામાં પ્રાપ્ત થયેલ જીએસટીની આવક અત્યાર સુધીમાં બીજીવારની વિક્રમી આવક તરીકે ગણી શકાય. આ અગાઉ ગત એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારને જીએસટી તરીકે 1 લાખ 87 હજાર કરોડની આવક થવા પામી હતી. આવકનો આ આંકડો અત્યાર સુધીમાં જીએસટી તરીકે થયેલ આવકમાં સૌથી મોટો છે. ત્યાર બાદ ઓક્ટોબર 2023માં થયેલી આવકનો આંકડો બીજા નંબરે આવે છે.

ચાલુ નાણાકીય વર્ષ 2023-2024માં આ સતત પાંચમી વાર છે કે આવકનો કુલ આંકડો 1 લાખ 60 હજાર કરોડને પાર થયો હોય. માત્ર મે અને ઓગસ્ટ મહિનાની આવકનો આંકડો એવો છે કે જે 1 લાખ 60 હજાર કરોડને પાર ના થયો હોય. મે મહિનામાં જીએસટીની કુલ આવક 1 લાખ 57 હજાર કરોડની થવા પામી હતી. જ્યારે ઓગસ્ટ મહિનામાં જીએસટીની આવક 1 લાખ 59 કરોડની થવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com