જો તમને ડાયાબિટીસ છે તો તમારે ખાણી-પીણીને લઇને વિશેષ ધ્યાન આપવુ પડશે.ડાયાબિટીસમાં ભૂખ પણ વધારે લાગે છે. એવામાં તમારૂ ડાયટ એવુ હોવુ જોઇએ જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે. જેના માટે ચણા લોટની રોટલી એક સારો વિકલ્પ છે.
એટલુ જ નહી જ બ્લડ પ્રેશર, શારીરિક નબળાઇ અને શરીર પરની વધારાની ચરબી દૂર કરવા માગે છે તેઓ પણ આ બેસનની રોટલીનું સેવન કરી શકે છે.
બેસનમાં પ્રોટિનની માત્રાા વધારે હોય છે, જે લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળુ હોય છે. આજ કારણે વજન ઉતારવાની સાથે સાથે ડાયાબિટીસમાં પણ ફાયદારૂપ સાબિત થાય છે. જેમને સાંધાનો દુખાવો થતો હોય, તે લોકોએ પણ બેસનની રોટલનીનું સેવન કરવુ જોઇએ. જે ગ્લૂકોઝને સંતુલિત કરે છે જાણો બેસનની રોટલી ખાવાના અન્ય ફાયદાઓ…
બેસનની રોટલીના ફાયદા:
ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછું હોવાને કારણે બેસનની રોટલી ખાવાથી મોડેથી બ્લડમાં પહોંચે છે જેથી શુગરનું લેવલ વધતુ નથી. એટલા માટે જો વજન ઓછુ કરવા માંગતા લોકો માટે અને ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફાયદારૂપ છે.
સેલેનિયમ, પોટેશિયમ, વિટામિન A થી ભરપૂર બેસન માંસપેશીને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. પ્રોટિનયુક્ત બેસન માંસપેશીઓને નબળાઇને દૂર કરવામાં ફાયદારૂપ છે.
હાડકાઓ માટે પણ બેસન ફાયદારૂપ છે. જેને આસ્ટિયોપોરેસિસ હોય અથવા તો હાડકા નબળા હોય તેમણે બેસનની રોટલીનું દરરોજ સેવન કરવુ જોઇએ, કેમકે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકા માટે જરૂરી છે.
બેસનમમાં એક મહત્વનું તત્વ છ, જે મગજમાં રહેલા ફોલેટ બ્રેન સેલ્સને એક્ટિવ કરવામાં મદદ કરે છે. જેનાથી મગજ પણ તેજ ચાલે છે.
જે તમે અનિદ્રાની તકલીફ હોય અથવા તો તમારુ મગજ અશાંત રહેતું હોય અથવા તો તણાવ હોય તો તમારે રોજ બેસનની રોટલી ખાવી જોઇએ, કારણ કે તેમાં રહેલી એમિનો એસિડ, ટ્રિપ્ટોફૈન અને સેરોટોનિન જેવી તમામ સમસ્યાઓ ઠીક કરે છે.
પ્રેગ્રેનેન્સીમાં પણ બેસનમાંથી બનેલી રોટલી ખાવાથી માતા અને બાળક એમ બંનેને ફાયદો થાય છે. કારણ કે તેમાં ફોલેટ અને આર્યન વધારે હોય છે. જે બાળકને જન્મજાત બિમારીથી બચાવવામાં મદદ કરે છે.
પીરિયડ્સમાં થનારી સમસ્યાઓ માટે પણ બેસન લાભદાયી છે. આર્યન હોવાને કારણે વધારે બ્લીડિંગ પણ થતું નથી.
બેસનની રોટલી બનાવવી રીત:
2 કપ ચણાનો લોટ, 2 ચમચી ઘંઉનો લોટ, 2 ચમચી સમારેલો ફૂદીનો, બે ચમચી સમારેલી કોથમીર, એક નંગ સમારેલું લીલું મરચું, એક નંગ ઝીણી સમારેલી ડુંગળી, અડધી ચમચી લાલ મરચુ પાઉડર, અડધી ચમચી જીરૂ પાઉડર, સ્વાદનુસાર મીઠું..
એક બાઉલમાં ચણાનો લોટ, ઘંઉનો લોટ, ફૂદીનો, કોથમીર, લીલું મરચું, ડુંગળી, લાલ મરચું પાઉડર, જીરૂ પાઉડર અને મીઠું મિક્સ કરી લો. હવે તેમાં થોડું-થોડું પાણી એડ કરીને રોટલી વણાય તેવો લોટ બાંધો, હવે આ લોટમાંથી મીડિયમ સાઇઝની રોટલી બનાવી લો. તમે ઇચ્છો તો તેના પર ઘી પણ લગાવી શકો છો.