સામાન્યત : દર સપ્તાહના પ્રથમ બે દિવસ, સોમ અને મંગળવારે મુખ્યમંત્રી સામાન્ય નાગરિકો, સાંસદો – ધારાસભ્યો , પદાધિકારીઓ વગેરેને મુલાકાત માટે કોઈપણ એપોઈન્ટમેન્ટ વિના મળતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે ,સોમવાર તા. ૬ નવેમ્બરે સવારે પંચાયત સેવાના નવનિયુક્ત કર્મચારીઓને નિમણુંક પત્રોના વિતરણના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.સોમવારે બપોરે બાદ મુખ્યમંત્રી સુરતના તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં જોડાવાના છે.
આ સંજોગોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલ, સોમવાર તા. ૬ નવેમ્બરે સામાન્ય નાગરિકો- પ્રજાજનો, સાંસદો-ધારાસભ્યોને મુલાકાત માટે મળશે નહિ.