ગુજરાતમાં બેફામ બનેલા નબીરાઓનો આતંક વધી રહ્યો છે. ન જાણ તથ્ય પટેલ જેવા કેટલાય નબીરા રોજ કેટલાયને કચડતા હશે. ત્યારે સુરતમાં એક દિલધડક ઘટના બની છે. સુરતના કતારગામમાં એક નબીરાએ પોલીસકર્મીને પોતાની કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે રાતે વાહન ચેકિંગ દરમિયાન 19 વર્ષીય યુવકે પોલીસ કર્મીને પોતાની કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહિ, તેણ પોલીસ કર્મચારીને 200 થી 300 મીટર સુધી ધસેડ્યો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં રાત્રિના સમેય વહાન ચેકીંગ દરમ્યાન આ ઘટના બની હતી. પોલીસ દ્વારા એક કાર રોકતા કાર ચાલકે પોલીસને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. સ્કોડા કાર ચાલકે પોલીસ કર્મચારીને 200 થી 300 મીટર સુધી ધસડીને પોતાના કારની બોનેટ પર લઈ ગયો હતો. બાદમાં પોલીસ કમર્ચારી નીચે પડતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન આસપાસથી અન્ય પોલીસ જવાનો અને સ્થાનિકો આવી જતા કાર ચાલકે કાર ઉભી રાખી હતી. આ કાર ચાલકની રાતે જ અટકાયત કરી લેવામાં આવી હતી. કતારગામ પોલીસે આરોપી યુવકને પકડી પાડ્યો છે. યુવકની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તપાસમાં સામે આવ્યું કે, આરોપી યુવકનું નામ હેમરાજ છે, તેની ઉંમર 19 વર્ષની છે. તે વિદ્યાર્થી છે અને બહારથી ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો છે. તેના પિતા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હેમરાજ મિત્રની કાર લઈ આંટો મારવા નીકળ્યો હતો.