બજેટમાં પોકળ અને જુઠા વાયદાઓ કરી પ્રજાને ગુમરાહ કરતું સત્તાધારી ભાજપ ? :શહેજાદ ખાન

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ.કોર્પોના સને ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ તથા ૨૦૨૩-૨૪ ના બજેટમાં મંજુર થયેલ કામો બાબતે આજ રોજ તા.૦૬-૧૧-૨૩ ના રોજ બજેટ રીવ્યુ કમિટીની બેઠક છે ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે શાસકો દ્વારા બજેટ મંજુર કરવામાં આવે છે ત્યારબાદ વર્ષાંતે તે બજેટ રીવાઇઝડ ક૨વામાં આવે છે આ કડવી અને નરી વાસ્તવિકતા છે ત્યારે સને ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ના વર્ષનું બજેટ રીવાઇઝડ પણ થઇ ગયેલ છે ત્યારે ગત વર્ષોના મંજુર કરાયેલા કામોનો પ્રગતિ રીર્પોટ તથા કામોનો અગ્રતાક્રમ આપવા બાબતે મળેલ બેઠક હાસ્યાસ્પદ લાગી રહી છે.દર વર્ષનું બજેટ કરોડો રૂા. નું હોવા છતાં પ્રજાકીય કામો ખોરંભે પડે છે અને દિન-પ્રતિદિન સમસ્યાઓ વધતી જાય છે જે વાસ્તવિકતા છે જેમ કે,

અમદાવાદ મ્યુનિ.કોર્પોના ભાજપના સત્તાધીશો દ્વારા મંજુર કરાયેલ અનેક દરખાસ્તો હજુ પણ અમલમાં મુકી શકાઇ નથી જે સત્તાધારી ભાજપની વહીવટી નિષ્ફળતા પુરવાર થાય છે અને પ્રજાને લોલીપોપ અપવામાં માહીર ભાજપ પ્રજાને ગુમરાહ કરે છે જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે પ્રજાને સુચારૂ વહીવટ અને સારી પ્રાથમિક સુવિધા આપવા માટે સત્તાધારી ભાજપની ઇચ્છાશક્તિ મરી પરવારી હોય તેવું જણાઇ રહયું છે માત્ર વાહવાહી મેળવવાના નામે કામો મંજર કરી માત્ર બજટે બુકમાં રહેવા પામે છે આ તમામ બાબતોને લઇ બજેટના કોઇ પણ પ્રકારના કામોનું અમલીકરણ કરવા તેને લઇને જરૂરી વ્યવસ્થા તથા કાર્યવાહી સમયસર થઇ શકે તેવું આયોજન કરવા અમારી માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com