રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બિન આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને તહેવારો ની સીઝનમાં આ વેચાણ મોટાપાયે જોવા મળે છે. ત્યારે આ પ્રકારનું વેચાણ અટકાવવા માટે રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છેલ્લા એક માસમાં રાજ્યના વિવિધ જિલ્લામાં ડ્રાઈવ કરીને અખાદ્ય જથ્થો ઝડપયો છે.જેની કિંમત અદાજીત 6 કરોડની હોવાનું અનુમાન લાગવામાં આવ્યું છે.
ગુજરાતી પ્રજા ખાવા પીવાની શોખીન હોય છે. તેમાંય ખાસ કરીને તહેવારોની સીઝનમાં ગુજરાતીઓ મન મુકીને બજારોમાં મળતી ખાદ્ય પદાર્થો આરોગતી હોય છે. આ ખોરાક ખાવા લાયક યોગ્ય છે કે નહીં તેની ખરકાઈ કરવામાં માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા એક માસથી સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
આ ડ્રાઈવ દરમિયાન રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટા ઉત્પાદકોના ત્યાં દરોડા પાડીને 1700 જેટલા સેમ્પલ જપ્ત કર્યા છે, આ તમામ જપ્ત કરેલા સેમ્પલ સ્ટેટીંગ માટે મોકલ્યા હતા, જેમાંથી 800 મેટ્રિક ટન જેટલો જથ્થો તપાસમાં ફેલ જોવા મળ્યા છે. આ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જે અદાજીત 6 કરોડનો માલ હોવાનું સામે આવી રહ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ મામલે આરોગ્ય વિભાગને સૂચના આપી છે કે માત્ર તહેવારોના દિવસો નહિ પરંતુ 365 દિવસ સુધી આ પ્રકારની રેડ કરીને અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવે. આ ઉપરાંત ફૂડ અને ડ્રગ્સ વિભાગના કમિશનરે જણાવ્યું હતું કે તહેવારની સીઝનમાં અમુક ખાદ્ય ચીજવસ્તુઓની ડિમાન્ડ વધી જાય છે અને આ ડિમાન્ડ વચ્ચે કેટલાક તત્વો કમાણી કરવાના હેતુથી ભેળસેળ કરીને ખરાબ ક્વૉલિટીનો માલ દુકાનદારો ગ્રાહકોને આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.
વર્ષ દરમિયાન 22 હજાર નમૂનાઓ વિવિધ કેટેગરીના સેમ્પલ લેવામાં આવે છે અને રાઉન્ડ ધ યર કામ કરવામાં આવે છે. રાજ્ય સરકાર લેબોરેટરીને વધુ સ્ટાન્ડર્ડ કરી રહી છે. સરકાર આગમી દિવસોમાં રાજકોટ અને સુરત ખાતે નવી ટેસ્ટીંગ લેબ બનાવી રહી છે.
રાજ્યમાં 6 જેટલી લેબો કાર્યરત છે અને એમાં વધારો થશે અને માનવબળ પણ વધારવામાં આવશે, જેથી રિપોર્ટ જલ્દી આવે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વ્યાપક પ્રમાણે મોટા ઉત્પાદકો ત્યાં રેડ કરી છે. જેમાં માવો, ઘી, મીઠાઈ અને ફરસાણના સેમ્પલ લઈ નાશ પણ કરવામાં આવ્યાં છે.