ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
અમદાવાદ
ગુજરાતના સૌ ભાઈ બહેનોને હર્ષઉલ્લાસ અને ઉજાસના પર્વ દિવાળીની હાર્દીક શુભકામનાઓ પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિક્રમ સંવતના નવા વર્ષમાં સર્વે ભાઈ બહેનોના જીવનમાં સદાય સ્નેહ-આનંદ, સુખાકારી અને પ્રગતિ થાય, નવા વર્ષમાં ગુજરાતની પ્રગતિ-સેવા-સાધનાના યજ્ઞમાં જોડાઈ આર્થિક અસમાનતા, મોંઘવારી, બેરોજગારી અને ગુજરાતીઓને પડી રહેલી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા સંકલ્પબધ્ધ બનીએ. ગૌરવવંતા ગુજરાત – સૌના ગુજરાતમાં છેવાડાના માનવીના ઘરમાં દિપકનો ઉજાસ, મહાલક્ષ્મીના આશીર્વાદ અને સરસ્વતિની વિદ્યા પ્રસરે તે માટે કટિબધ્ધ થઈએ. આપ સર્વે ગુજરાતી ભાઈ-બહેનોને નુતનવર્ષાભિનંદન સહ શુભકામનાઓ.