Gj18 ખાતે વાંદરાએ બાળકને પેટના ભાગે બચકું ભરતા આંતરડા પર ઇજા થતા બાળકનું મૃત્યુ,

Spread the love

દહેગામ તાલુકાના સલકી ગામમાં બપોરના સમયે મિત્રો સાથે મંદિર નજીક રમી રહેલા 10 વર્ષીય બાળક ઉપર કપિરાજે અચાનક હૂમલો કર્યો હતો. પેટના ભાગે બચકું ભરી લેતાં આંતરડાંનાં ભાગે ગંભીર ઈજાઓ થવાથી બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવના પગલે દહેગામ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. જ્યારે કપિરાજ અન્ય કોઈ ઉપર હૂમલો કરે નહીં એ માટે વન તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

દહેગામ તાલુકાના સલકી ગામમાં આજે બપોરના સમયે દુઃખદ ઘટના ઘટી હતી. ગામના મંદિર આગળ બાળકો રમી રહ્યા હતા. એ વખતે અચાનક એક કપિરાજ આવી ચડયો હતો અને 10 વર્ષીય બાળકને પેટના ભાગે બચકું ભરી લીધું હતું. આ ઘટનાથી અન્ય બાળકોએ બુમાબુમ કરી મૂકતા ગ્રામજનો દોડી આવ્યાં હતા. બાદમાં ગંભીર ઈજાગ્રસ્ત બાળકને દહેગામ સારવાર અર્થે લઈ જવાયો હતો. જો કે, એ પહેલાં જ બાળકનું મોત નીપજ્યું હતું.

દિવાળીના તહેવારો દરમ્યાન એકના એક પુત્રનું મોત થતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું. જયારે ગામમાં પણ ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગામમાં રહેતા મહેશભાઈ ઠાકરનો 10 વર્ષીય પુત્ર દિપક ધોરણ – 5 માં અભ્યાસ કરતો હતો. આજે બપોરના સમયે મંદિર નજીક દિપક તેના મિત્રો સાથે રમી રહ્યો હતો.

આ દરમ્યાન એક કપિરાજ અચાનક બાળકોની નજીક આવી ચડયો હતો અને બાળકો કઈ સમજે એ પહેલાં જ દિપકને પેટના ભાગે બચકું ભરી લીધું હતું. જેનાં કારણે દિપકનાં આંતરડાંને ગંભીર નુકસાન થયું હતું. અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. આ બનાવથી ગભરાઈ ગયેલા બાળકોએ બુમાબુમ કરી મુકતા દિપકના પિતા સહીતના ગ્રામજનો દોડી આવ્યાં હતા.

બાદમાં ગંભીર હાલતમાં દિપકને દહેગામ સારવાર અર્થે લઈ જવાયો હતો. જો કે, એ પહેલાં જ દિપકનું મોત નીપજ્યું હતું. આ અંગે પીઆઈ બી બી ગોયલે કહ્યું હતું કે, શ્રમજીવી ખેત મજુર મહેશભાઈને એક દીકરી અને એક દિકરો હતો. બપોરના સમયે વાંદરાના હુમલામાં 10 વર્ષના દીકરાને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આ હુમલામાં બાળકના આંતરડા બહાર આવી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, અત્રેના ગામમાં છેલ્લા ઘણા સમયથી કપિરાજનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. પાંચેક દિવસ અગાઉ પણ એક બાળક ઉપર હૂમલો કરીને કપિરાજે ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે આજે બપોરના સમયે કપિરાજનાં હુમલામાં માસુમ બાળકને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. ગામમાં કપિરાજની હુમલાની ઘટનાઓ વારંવાર બની રહી હોઇ વન તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ પ્રબળ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com