ACB દ્વારા લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ પર સતત સકંજો કસવામાં આવી રહ્યો છે. રોજબરોજ ક્યાંકને ક્યાંકથી લાંચિયા બાબુઓને એસીબી ઝડપી રહ્યું છે, દિવાળી દરમિયાન ACB આવા બાબુઓ પર નજર રાખે છે. હવે વડોદરા કોર્પોરેશનનો કર્મચારી દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના સકંજામાં ફસાયો છે.ફરિયાદી પાસેથી દોઢ લાખની લાંચ સાથે કાજુ, બદામ, પરફ્યુમની પણ લીધા હતા.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર જીતેશ ત્રિવેદીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેમજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી કરતાં યોગેશ પરમારને વડોદરા એસીબીએ રૂ. 1.50 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેણે ગેરકાયેદસર મિલકત તોડવવા માટે લાંચ માંગી હતી. યોગેશ પરમારે કોના કહેવાથી લાંચ લીધી હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. એસીબીની ટ્રેપને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે, જો તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ દ્વારા લાંચ માંગવામાં આવી હોય તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.