પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં જોઈ જતાં છોકરીએ તેની બે નાની બહેનોને પાવડા વડે કાપી નાખી

Spread the love

ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લામાંથી હૃદય કંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. ઈટાવાના બલરાઈમાં 20 વર્ષની અંજલિ નામની છોકરીએ તેની બે નાની બહેનોને પાવડા વડે કાપીને મારી નાખી હતી. બે નાની બહેનો અંજલિને તેના પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં જોઈ લીધી હતી અને પોતાનો આ સંબંધ છુપાવવા તેણે બન્નેની હત્યા કરી નાખી હતી.પોલીસે અંજલિની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તેની બહેનોએ તેને તેના બોયફ્રેન્ડ સાથેની અંતરંગ પળો દરમિયાન જોઈ હતી તેથી બન્નેની હત્યા કરી હતી.

બલરાઈમાં રહેતા જસવીર નામના શખ્સની બે પુત્રીઓ સુરભી (7) અને રોશની (4)ની તેના ઘેર હત્યા કરવામાં આવી હતી. પોલીસને શરૂઆતથી જ આ ઘટનામાં પરિવારના કોઈ નજીકના વ્યક્તિ પર શંકા હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસે બંને યુવતીઓની મોટી બહેન 20 વર્ષીય અંજલી પર શંકા વ્યક્ત કરી હતી. જ્યારે અંજલિની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. અંજલિએ પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે તાજેતરમાં જ તેની બે બહેનોએ તેને અને તેના બોયફ્રેન્ડને અંતરંગ પળો દરમિયાન જોયા હતા. તે સમયે તેના માતાપિતા ઘરે નહોતા. તેણે પોતાની બંને બહેનોને પાવડાથી મારી નાખી જેથી ભેદ ન ખુલી શકે. અંજલીએ આ ઘટના બાદ પાવડો ધોઇને પોતાના કપડા સાફ કર્યા હતા, પરંતુ ફોરેન્સિક તપાસમાં આરોપીના પાવડા અને કપડા પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા.

અંજલિના કહેવા પર ઘરમાં રાખેલો એક પાવડો મળી આવ્યો હતો, જેના કારણે કથિત રીતે હત્યા થઈ હતી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે પણ જાણવા મળી રહ્યું છે. અમે દરેક પાસાની તપાસ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com