અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારોમાં પણ ઇન્કમટેક્સ વિભાગની કામગીરી ચાલી રહી છે, થોડા દિવસ પહેલા બિલ્ડર્સ અને ફાર્મા કંપનીમાં આઇટીએ દરોડાની કામગીરી હાથ ધરી હતી અને હવે ફરીથી આઇટીએ રેડ કરી છે, આ વખતે ફટાકડા બિઝનેસ સાથે જોડાયેલી પેઢી આઇટીની રડારમાં આવી છે, પ્રસિદ્ધ અંબિકા ફટાકડામાં આઇટીના દરોડાની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદના રાયપુરમાં અંબિકા ફટાકડાની બે બ્રાન્ચ છે, શિવરંજની ચાર રસ્તા, એસજી હાઇવે પર પણ તેમની શાખાઓ આવેલી છે, જ્યાં આઇટીના અનેક અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આઇટીની જુદી જુદી ટીમો આ તપાસમાં જોડાઇ છે.
અંબિકા ફટાકડાના બધા સ્ટોર પર હોલસેલમાં ફટાકડા વેચાઇ રહ્યાં છે અને આ વર્ષે કરોડો રૂપિયાનો વેપાર કર્યો હોવાનું આઇટીની તપાસમાં સામે આવ્યું છે. દરોડાની કામગીરી દરમિયાન લાખો રુપિયાની ટેક્સ ચોરી ઝડપાય તેવી શક્યતા દેખાઇ રહી છે.