કાનુન કે હાથ બડે લંબે હોતે હૈ….અમદાવાદમાં પણ પોલીસે આવું જ કંઈક કર્યુ… વાંચો

Spread the love

અમદાવાદ શહેર પોલીસે કાબેલેદાદ કામગીરી કરી છે. વાત છે ઈસનપુર પોલીસની. ઘટના બન્યાની મિનિટોમાં જ પોલીસે ફરિયાદ નોંધી શહેરીજનને નૂતન વર્ષની ભેટ આપી છે. ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માગવાની FIR દાખલ થતાં ક્રિકેટ સટ્ટાબેટિંગના ધંધા સાથે સંકળાયેલા વર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ કેટલાંક IPS અધિકારીઓ પણ આ મામલા પર બાજ નજર રાખી રહ્યાં છે.

મણીનગર ઉત્તમનગર ખાતે ઈશ્વરનગર સોસાયટીમાં રહેતા જયશ્રીબહેન જગદીશભાઈ ઠક્કરે (ઉ.58) ઈસનપુર પોલીસ સ્ટેશન  માં ફરિયાદ નોંધાવી છે. જયશ્રીબહેને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમના સાસુ, દિયર અને દેરાણી સાથે રહે છે. તેમના બે સંતાનો પૈકી મોટો દિકરો ખંજન (ઉ. 36) છેલ્લાં 3 વર્ષથી દુબઈ  ખાતે રહે છે અને નોવા સ્કોટીયા ગોલ્ડ ટ્રેડિંગ કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે 15 તારીખના રોજ બપોરે સવા બાર વાગે મોપેડ લઈને આવેલા એક શખ્સે ‘આ ખંજનનું ઘર છે’ તેમ પૂછતાં ફરિયાદીએ ‘હા’ પાડી હતી. આવનાર શખ્સે પોતાની ઓળખ આપી જયેશ ઠક્કર  રહેવાસી ઘનશ્યામનગર, કેનાલ રોડ, ઘોડાસર તરીકે ઓળખ આપી હતી. ‘તમારો દિકરો ખંજન દુબઈમાં ગેરકાયદેસર ધંધો કરે છે અને જો તમારે તમારા દિકરાને ઈન્કમટેક્સ તથા ED ની રેડથી બચાવવો હોય તો મને 30 લાખ રૂપિયા આપી દેજો અને તમારી પાસે 48 કલાકનો સમય છે અને પૈસા નહીં આપો તો આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો તેમજ તમારા દિકરાને પૂછી લેજો. મારા સંપર્ક ક્યાં ક્યાં છે’ વિગેરે ધમકી આપીને જયેશ ઠક્કર મોટેથી બોલવા લાગ્યો હતો. ફરિયાદીના દિયર-દેરાણી અને આસપાસના લોકો ભેગા થઈ જતાં જયેશ ઠક્કર ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ ઘટના બાદ ફરિયાદીએ તેમના પુત્ર ખંજન ઠક્કર  સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, જયેશ જુદાજુદા મોબાઈલ ફોન નંબર પરથી મારા ફોન પર ધમકીઓ આપે છે. પુત્ર ખંજન ઠક્કરે ફરિયાદ લખાવવાનું કહેતાં જયશ્રીબહેને ઈસનપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. ઈસનપુર પોલીસે આઈપીસી 384, 506(1) અને 507 હેઠળ ખંડણી માગવાનો તેમજ ધમકી આપવાનો ગુનો જયેશ ઠક્કર સામે નોંધ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર જયેશ ઠક્કર સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2015માં વડોદરા શહેર પાસેના સિકંદરા ગામ સ્થિત એક મકાનમાં સ્થાનિક IPS ની મિલીભગતથી ગુજરાત અને દિલ્હીના બુકી સટ્ટાબેટિંગનું નેટવર્ક ચલાવતા હતાં. આ બાતમીના આધારે ઈડીના તત્કાલિન જોઈન્ટ ડિરેક્ટર જે. પી. સિંઘે દરોડા પાડી બુકી ટોમી ઊંઝા (Tommy Unjha) કિરણ માલા (Kiran Mala) ચિરાગ પરીખ ઉર્ફે જેકે (Chirag Parikh alis JK) ધર્મિન ચૌહાણ (Dharmin Chauhan) અને દિલ્હીના બુકી શર્મા (Delhi Bookie) ને ઝડપી લીધા હતા. દરોડામાં 100 જેટલાં મોબાઈલ ફોન અને 15 લેપટોપ કબજે કરી હજારેક કરોડના સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કેસની તપાસમાં Enforcement Directorate ના અધિકારી જે. પી. સિંઘ સામે લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો અને CBI એ ગુનો નોંધ્યો હતો. CBI એ ઓગસ્ટ-2016માં ત્રણ બુકીની ધરપકડ કરી હતી. જેમાં અમદાવાદનો જયેશ ઠક્કર, મુંબઈનો સોનુ જાલન (Sonu Jalan Bookie) અને દિલ્હીનો જે કે અરોરાનો સમાવેશ થતો હતો.

ખંજન જગદીશકુમાર ઠક્કર (Khanjan Jagdishkumar Thakkar) ડિસેમ્બર-2021થી દુબઈમાં રહે છે અને Nova Scotia Gold Trading LLC માં માર્કેટીંગ મેનેજર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ નવરંગપુરા પોલીસ (Navrangpura Police) ના જણાવ્યાનુસાર થોડાક દિવસો પહેલાં ખંજન ઠક્કરે દુબઈ ખાતેથી એક ઓનલાઈન ફરિયાદ અમદાવાદ પોલીસને મોકલી હતી. નવરંગપુરા વિસ્તારમાં શ્રીજી આંગડીયા (Shreeji Angadia) ના નામે ખંજન ધંધો કરતો હોવાનું અરજીમાં જણાવ્યું છે. આ મામલે નવરંગપુરા પોલીસે જયેશ ઠક્કરનું નિવેદન પણ નોંધ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com