શહેરોમાં વિકાસની લાયમા ને લાયમાં આલિયા માલિયા જમાલિયા હવે ઘરે ઘરે કોન્ટ્રાક્ટરો બની ગયા છે. ત્યારે કોન્ટ્રાક્ટ લીધા બાદ જે શરતો લખી હોય તેનું કોઈ પણ ચોક્કસપણે પાલન થતું નથી. રાજ્યમાં રોજબરોજ એકસીડન્ટ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામ શરૂ અને પૂર્ણ થયા બાદ તેની ચીજ વસ્તુઓ ન હટાવતા રાત્રે ગમ્મતવાર એક્સિડન્ટ થતા જોવા મળે છે ભયંકર એકસીડન્ટ થાય ત્યારે તંત્ર જાગે પણ જેમના પરિવારનું સભ્ય ગયું તેનું શું?
ત્યારે જીજે 18 ખાતેના નવયુવાન ખમીરનું મૃત્યુ પણ કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટના બ્લોક બ્રિજ પાસે ખડકી દેતા ગમખ્વાર રાત્રે સિમેન્ટના બ્લોક સાથે અથડાતા યુવાનનું મૃત્યુ થયું હતું. ત્યારે સ્થાનિકો લોકોનો આક્રોશ અને અનેક નેતાઓ દ્વારા દરેક શહેરમાં રોડ રસ્તા પર કામો ચાલતા હોય અને ગમે ત્યાં માલ ઠલવીને જતા રહેતા અનેક દુર્ઘટના થવા પામેલ છે. હરામખોર કોન્ટ્રાક્ટરની જવાબદારી કેમ નહીં?
સિંગલ પટ્ટીના રોડ ઉપર તેણે પોતાના સ્વખર્ચે માણસ કે સિક્યુરિટી ઉભો રાખવો પડે. છ મહિનાથી લઈને એક વર્ષ સુધી માલ સામાન પડ્યો રહે અને આમાં રોજબરોજ ઇજાગ્રસ્તથી લઈને મૃત્યુ પણ વ્યક્તિ અહીંયા પામે તો નવાઈ નહીં આ હાલત તમામ જગ્યાએ છે ત્યારે જીજે 18 ખાતે રહેતા આ યુવાનનું મૃત્યુ થતાં હાલ તેની બોડી ને કોલ સ્ટોરેજ સેક્ટર 30 ખાતે રાખવામાં આવી છે ત્યારે યુવાનની બહેને ગાંધીનગર તથા બીજી બહેન પોતે કેનેડા હોવાથી તેની રાહ જોવાઈ રહી છે ત્યારે પરિવાર ઉપર તો આભ તૂટી પડ્યું પણ કોન્ટ્રાક્ટરની ભૂલ કેમ નહીં? ત્યારે સરકારે અને તંત્રએ આ વિશે ગંભીરતા લેવાની જરૂર છે.
GJ-18 શહેરમાં સે-૨ ખાતે રહેતા મનોજભાઇ શુકલના પુત્ર ખમીર પોતે ગાંધીનગરથી પાટણ મીત્રનાં લગ્નમાં જવા નીકળેલ, ત્યારે રાત્રે મહેસાણાથી ફોન આવેલ કે ખમીરનું એક્સીડન્ટ થયેલું છે, જે મહેસાણા પાલાવાસણા રોડ પાસે ઓએનજીસી સર્કલની નજીક સીમેન્ટ બ્લોક સાથે અથડાયેલ જે બાઇક હિરોહોન્ડા કંપનીનું GJ-18 સીપી-૦૭૨૫નું રાત્રે ૧૦ વાગે ઘરેથી નીકળ્યો હોવા નું સામે આવ્યું છે, પોણા અગીયારે ખમીરનું એક્સીડેન્ટ થયેલ હોવાનું માહીતી મળતાં ખમીરના માતૃ, તથા પિતા મનોજભાઇ શુકલ, પહોંચી ગયા હતા, ત્યારે બ્રીજના સિમેન્ટના બ્લોક અથડાઇ જતાં માથાના ભાગે તથા શરીરે નાની મોટી ઇજા થતાં મૃત્યુ પામેલ, શહેરમાં દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટરો દ્વારા કામ ચાલુ રહેતા હોઇ અને પુરાણ તથા માલ સામાન ના હટાવતા ઘણીવાર વાહન ચાલકોને ભોગવવું પડતં હોય છે, બાકી નવયુવાન ઓટોમેશન એન્જીનીયરીંગ(એલડીઆરપી)માં અભ્યાસ કરેલ છે,