રાજસ્થાનના નાગોર જિલ્લામાં પોલીસ જવાનો ભરેલી ગાડી ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થતાં પ પોલીસ કર્મીઓના કમકમાટી ભર્યા મોત થયા છે. જયારે ૩ લોકોને ગંભીર ઇજા થતા તેઓને તાત્કાલીક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ તમામ જવાન ચૂંટણી ડ્યુટીમાં જઇ રહ્યાં હતા તે વેળાએ પોલીસ જવાનો ભરેલી ગાડી ટ્રકમાં ઘુસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના નાગોર જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પ પોલીસ કર્મીઓના મોત થયા છે. ઘટનાની જન થતા તરત જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીયા હતા. દૂર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
તમામ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ જવાન ચૂંટણી ડ્યુટીમાં જઇ રહ્યાં હતા. પોલીસ જવાનો ભરેલી ગાડી ટ્રકમાં ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. આ તમામ જવાન પીએમ મોદીની સભામાં જઇ રહ્યાં હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.નાગોર જિલ્લાના ખીવસર પોલીસ સ્ટેશનના જવાનોને અકસ્માત નડ્યો છે. નાગોરથી ચૂરુ જિલ્લામાં પ્રવેશ પછી આ દૂર્ઘટના સર્જાઇ છે. ચૂરુ જિલ્લાના તારાનગરમાં પીએમ મોદીની જનસભા છે. ચૂંટણી ડ્યુટી હેઠળ પોલીસ જવાનોની ગાડી ચૂરૂ જઇ રહી હતી.