ગુજરાતનું કહેવાતું gj -૧૮ ખાતે ભલે આખા ગુજરાતનું જમાદાર કહેવાય અહીંયા ભલે નિયમો પરિપત્રો, ઠરાવો, આદેશો,પોસ્ટિંગના હુકમો અહીંથી થાય પણ ઘણી બાબતોમાં વાસ્તવિકતા જુદી છે, ત્યારે સૌથી વધારે લાખો નહીં પણ કરોડો રૂપિયાનો દારૂ અહીંયા ઠલવાય છે, અને પીવાય છે, ટીન્ચરીયાઓની સંખ્યા પણ વધતી જાય છે, પણ આની સામે કોલેજાે થી લઈને ભણતા નવ યુવાનો શોર્ટકટમાં પૈસા કમાવા અનેક બાબાઓ ઘરે ડિલિવરીથી લઈને ઓનલાઈન દરરોજ કાયમી ગ્રાહકો ને ઘરે માલ પહોંચાડતા હોય છે, બાકી પકડાય ક્યારે? જ્યારે ભાવ વધારીને અને તહેવારોમાં વધુ કમાવાની લ્હાયમાં ભાવ ઊંચો લે અને બાતમી પી-ક્લાસ કંપની આપે તો ઝપટે આવી જાય, બાકી સબ ચાલતા હૈ,
Gj-૧૮ શહેરમાં અને સૌથી વધારે ન્યુ gj-૧૮ ખાતે એજ્યુકેટેડ બાબા નાનો મોટી બાટલીઓ વેચીને ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા શોર્ટકટમાં કમાઈ લે છે, ત્યારે એટલું બધું નેટવર્ક બનાવ્યું છે, કે હોમ ડિલિવરીથી લઈને ઓનલાઈન તથા કાયમી ગ્રાહકો માટે હોમ ડિલિવરી લઈને ઓફિસોમાં ડિલિવરીઓ પહોંચાડી રહ્યા છે, પહોંચાડવાની ‘મોડસ ઓપરેન્ડી’ દર અઠવાડિયે બદલી નાખવામાં આવે છે, અજાણ્યા નંબર ઉપાડવાના નહીં સેવ નંબરો હોય તો જ ઉપાડવાના, ફોન ઉપર પણ કોડવર્ડથી જ વાત કરવાની, બાકી પોલીસ ગમે તેટલી ચપળ અને ચાલાકીની ટ્રેનિંગ લે, પણ બાબાઓનું નેટવર્ક સામે કશું જ ન આવે, આટલા વર્ષોમાં કેટલા ભણતા કોલેજના બાબાઓ પકડાયા? આંકડા જાેવા જઈએ તો અનેક ભણતા બાબાઓ ખર્ચા ભણવાના દારૂની ખેપમાંથી કાઢી રહ્યા છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરતા અને કોલેજમાં ભણતા બાબાઓ પણ આ ધંધામાં શોર્ટકટ પૈસા કમાવવા ઝંપલાવ્યું છે, બાકી બાબાઓ ઉપર શંકા પોલીસની ઓછી જાય, અને પકડાઈ જાયતો રડે અને કહે કે ભણવાનો ખર્ચ કાઢવા આ કર્યું હતું, અને મારી જિંદગી કેસ થશે તો બગડી જશે, ત્યારે હાલ તો ન્યુ ય્ત્ન-૧૮ ખાતે અભ્યાસ કરાતા અનેક બાબાઓએ આ ધંધામાં ડિલીવરી પહોંચાડવામાં તગડી નોટ ભાળી જતા બુટલેગરો બાબાઓની સંખ્યા પણ વધી રહી છે.