પાકિસ્તાનના કરાચીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કરાચીમાં UK વિઝા ઓફિસમાં ટીવી સ્ક્રીન પર અચાનક એક અશ્લીલ ફિલ્મ ચાલવા લાગી ત્યારે લોકો ચોંકી ઉઠ્યા હતા.
પાકિસ્તાનમાં, જ્યારે લોકો તેમના દસ્તાવેજો સાથે લાઇનમાં ઉભા હતા, ત્યારે વિઝા સેન્ટરે આકસ્મિક રીતે મોટી સ્ક્રીન પર એક એડલ્ટ વીડિયો પ્લે કર્યો. આ પછી ત્યાં હાજર લોકોએ આ ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરી લીધી, જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
#पटना के बाद #पाकिस्तान में चली एडल्ट फिल्म#viralvideo #VideoViral #VIDEOS pic.twitter.com/mRSTUlcIze
— sumit kumar (@eyeamsumit) November 24, 2023
કરાચીમાં યુકે ઓફિસમાં લોકો તેમની પ્રવાસ સંબંધિત વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવા આવ્યા હતા. આ પછી અચાનક વચ્ચે ટીવી સ્ક્રીન પર એક અશ્લીલ ફિલ્મ ચાલવા લાગી. મોટી સ્ક્રીન પર દેખાતી પોર્ન ફિલ્મ જોઈને બધા ચોંકી ગયા.ત્યાં હાજર એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. જો કે, થોડા સમય પછી વિઝા ઓફિસના સ્ટાફે ઝડપથી મામલો થાળે પાડવા માટે ટીવી બંધ કરી દીધું.