ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતેના સેક્ટર-૧૨, ૧૩, ૧૪ ખાતે ગટરોના પાણી બેક મારતા પાણી બહાર રોડ, રસ્તા પર આવતા ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે ભાજપના મહિલા કાર્યકર અને પૂર્વ હોદ્દેદાર પણ તંત્રના કામથી તોબા પોકારી ગયા છે, ત્યારે ગટરના કનેક્શનનો ખોદીને જતા રહ્યા બાદ શું વ્યવસ્થિત પુરાણ ન થતા રહીશોને વાહનો ફસાઈ જવાની ઘટના તથા ગટરોના પાણી બેક મારતા બદબુથી લોકો પરેશાન થઈ ગયા છે,
શહેરના સેક્ટર ૧૨,૧૩,૧૪ ખાતે અનેક રહીશો પરેશાન થઈ ગયા છે, ગટરોના પાણી બેક અને ગંદકી, કચરા તથા જ્યાં ખોદકામ કરીને જતા રહ્યા, ત્યાં પુરાણ ન થતા અનેક લોકો તોબા પોકારી ગયા છે, હવે કરવું શું? ત્યારે ટેક્સ ભરે અને અગવડો પણ ભોગવવાની તેવો ઘાટ છે, ભાજપના મહિલા પૂર્વ હોદ્દેદાર પણ તંત્રના તથા કોન્ટ્રાક્ટરના કામોથી તોબા પોકારીને ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી હતી, ઘરના બહાર નીકળવું કેમ? વાહન ક્યાં પાર્ક કરવું? અને વરસાદ પડતા વાહન ફસાઈ જતા વાહણને કાઢવા પણ ટોઇંગ બોલાવી પડી હતી, જે ખર્ચ કોણ આપશે? અને ગાડીને નુકસાન થયું તે અલગ, ત્યારે દરેક સેક્ટરોમાંથી બૂમ પડવા લાગી છે, બાકી gj-૧૮ શહેરોમાં ગટર, પાણી, વીજળી, ટેલીફોનથી લઈને તમામ એક પછી એક ખોદકામ ચાલુ જ હોય ત્યારે આ ખોદકામ ક્યારે બંધ થશે?