દુનિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સને ભારત પાસે ઘણી મોટી આશાઓ છે. તેમણે કહ્યું હતું કે આવતા વર્ષના પહેલા ત્રિમાસિક સુધીમાં ઘણી કોવિડ-19 રસીઓ પોતાના અંતિમ તબક્કામાં હશે. સાથે જ તેમણે એવું કહ્યું હતું કે વેક્સીનના ઉત્પાદન મામલે આખી દુનિયા ભારત તરફ આશાભરી નજરે જોઇ રહી છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે આવતા વર્ષે ગમે તે સમયે કોવિડ 19 વેકસીન બહાર પડી શકે છે અને તે રસી ગમે તેની હોય પણ ભારતમાં મોટાપાયે વેક્સીનનું ઉત્પાદન થશે. તેમણે કહ્યું હતું કે તેમાંથી થોડો હિસ્સો વિકાસશીલ દેશોમાં પણ મળે તેના માટે દુનિયા ભારત ભણી મીટ માંડી રહી છે. ગેસે કહ્યું હતું કે ભારત વેક્સીનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આ સ્થિતિમાં તમે કોવિડ-19 વેક્સીન ના ઉત્પાદનમાં ભારતના સહકારની જરૂર છે. તેમણે કહ્યું હતું કે અમે બધા જ ભારતમાં જેમ બને તેમ ઝડપથી વેક્સીન ઇચ્છીએ છીએ બસ માત્ર એકવાર તે અસરકારક અને સુરક્ષિત હોવાની ખાતરી મળી જવી જોઇએ. ગેટ્સે એવું પણ કહ્યું હતું કે આ વેક્સીનના ભારતમાં ઉત્પાદન બાબતે વાતચીત કરી રહ્યા છે. એક વાર કોઇપણ વેક્સીન પછી તે અસ્ત્રા જેનેકાની હોય કે ઓક્સફર્ડની કે નોવાક્સની હોય કે ગમે તે હોય, વેક્સીન આવે તે પછી ગેટ્સ તેનું ભારતમાં ઉત્પાદન થાય એવા પૂરતા પ્રયાસ કરો.
બિલ ગેટ્સનું ફાઉન્ડેશન કોરોના સામેની લડાઇમાં પોતાનો ફાળો આપી રહ્યાં છે. માઇક્રોસોફ્ટના સંસ્થાપકે કહ્યું હતું કે આ કંઇ વિશ્વયુદ્ધ જેવું તો નછિી પણ તેના પછીની સૌથી મોટી બાબત છે. તેમણે કહ્યું હતું કે આખી દુનિયામાં વેક્સીન સમાન રૂપે મળવી જોઇએ. જેમાં ભારત મદદ કરશે. ગેટ્સે કહ્યું હતું કે અમારી પાસે એક મોડલ છે જે દર્શાવે છે કે જો તમે માત્ર ધનિક દેશોની રસી આપશો તો બાકીના વિશ્વમાં જેટલા મોત થશે તેમાંથી અડધા બચાવી શકાશે. તેના માટે જેને વધુ જરૂર છે તેમને વેક્સીન ઉપલબ્ધ કરાવવી પડશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન જણાવ્યા અનુસાર કોરોના વેક્સિન આવતા વર્ષના પહેલા ત્રિમાસિકમાં આવી શકે છે. હર્ષ વર્ધને કહ્યું હતું કે દેશમાં ઘણી વેક્સીની ટ્રાયલ ચાલી રહી છે. હાલ અમે એ વાતનો અંદાજ નથી બાંધી શકતા કે કઇ વેક્સીન વધુ પ્રભાવક રહેશે, પણ 2021ના પહેલા ત્રિમાસિક સુધીમાં આપણે ચોક્કસપણે તેના પરિણામ જાણી જઇશું. કેન્દ્ર સરકારે સીનીયર સીટીઝન અને જોખમ વાળા વિસ્તારમાં કામ કરનારા લોકો માટે કોવિડ-19 રસીની તાકીદની સ્વીકૃતિ આપવાનું વિચારી રહી છે.