હેલિકોપ્ટર છે પણ ઉડાડે કોણ?,..રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મોટર માર્ગે પ્રવાસ ખેડવાની નોબત આવી

Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પછી હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પણ પૂર્વ નિર્ધારિત હવાઈયાત્રાને બદલે મોટર માર્ગે પ્રવાસ ખેડવાની નોબત આવી છે.

ગુરુવારે રાજ્યપાલને અહીં સચિવાલય સ્થિત હેલિપેડથી હેલિકોપ્ટર મારફતે ઊંઝા અને ત્યાંથી મોટરમાર્ગે વડનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે અને પુનઃસ્થાપિત શાળાએ જવાનું હતુ. પરંતુ, સચિવાલયમાં રાજ્ય સરકારની માલિકીનું હેલિકોપ્ટર જ આવ્યુ નહી ! આથી, તેમને પણ તાબડતોબ સલામતી વ્યવસ્થા માટે એલર્ટ આપીને જમીનમાર્ગે પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં જવુ પડયુ છે.

ગત સપ્તાહના શુક્રવારે અમદાવાદના પિરાણા ખાતે કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં જવા મુખ્યમંત્રી માટે પણ સચિવાલયમાં હેલિપેડ ઉપર હેલિકોપ્ટર આવ્યુ નહોતુ ! આથી, CM સિક્યોરિટીએ તત્કાળ અસરથી જમીનમાર્ગનો ઉપયોગ કરવા અમદાવાદ, ગાંધીનગર પોલીસ તંત્રને એલર્ટ કરવી પડી હતી. આવી પરિસ્થિતિ ગુરુવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કાર્યક્રમો માટે થઈ છે. જેના કારણે મહાનુભાવોના સમય, કાર્યક્રમોના આયોજનો અને માલવહન, નાગરિક યાતાયાત તેમજ પોલીસ, વહીવટી તંત્ર અને સમગ્ર પ્રોટ્રોકોલ તેમજ સલામતી વ્યવસ્થાને વિપરિત અસર થઈ છે.

માત્ર એક જ સપ્તાહમાં બે વખત VVIP મુવમેન્ટ માટેના હેલિકોપ્ટરનું ઉપલબ્ધ ન હોવા પાછળ ગુજરાત સરકારની માલિકીના ગુજસેલ કંપનીએ કોઈ જ ખુલાસો કર્યો નથી. ત્યા થતી ચર્ચાઓ મુજબ વર્ષોથી કાર્યરત આઠ જેટલા પાયલોટ અને ક્રૂ-મેમ્બર્સ એ ગુજસેલ કંપની છોડીને અર્થાત રાજીનામું આપીને જતા રહ્યા હોવાથી લાંબા સમયથી સરકારની માલિકીનું હેલિકોપ્ટર જ નહિ પણ રૂપિયા 200 કરોડના ખર્ચે ખરીદાયેલુ વિમાન પણ VVIP મૂવમેન્ટ માટે ઉપયોગમાં લઈ શકાતુ નથી. આ કારણોસર સલામતીને લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com