૩ ડિસેમ્બર – વિશ્વ દિવ્યાંગ દિવસ : રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૫.૪૯ લાખથી વધુ દિવ્યાંગોને રૂ. ૫૩૧ કરોડથી વધુની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ અપાયો

Spread the love

રુચા રાવલ

ગાંધીનગર

શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવીને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ જેવું સન્માનજનક નામ આપ્યું છે. વર્ષ ૨૦૧૬માં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકારો માટે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-૨૦૧૬ને પણ પસાર કર્યો છે, જેના દ્વારા દિવ્યાંગજનોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવી તેમને સમજવા અને તેઓના પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના ઉમદા હેતુથી દર વર્ષે ૩ ડિસેમ્બરને વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની વર્ષ ૨૦૨૩ની થીમ યુનાઈટેડ ઈન એક્શન ટુ રેસ્ક્યુ એન્ડ એચિવ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ફોર, વિથ એન્ડ બાય પર્સન વિથ ડિસએબીલીટી રાખવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના વગેરે જેવી અનેક યોજનાઓ કાર્યાન્વિત કરી છે. આ યોજનાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫,૪૯,૦૨૦ લાભાર્થીઓએ રૂ.૫૩,૧૪૪.૨૧ લાખની સહાય આપવામાં આવી છે. દિવ્યાંગોને કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થવાથી તેઓ વધુ સશકત બન્યા છે. આ યોજનાઓથી દિવ્યાંગો પણ આત્મસન્માનથી જીવતા થાય તેવો સરકારનો અભિગમ સાર્થક થયો છે.

રાજ્ય સરકારના દિવ્યાંગોમાટેના કલ્યાણકારી નિર્ણયો

ગુજરાત સરકારે દિવ્યાંગોના સામાજિક, આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલાઓ લીધા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગજનો માટે યુનિવર્સલ આઈ.ડી કાર્ડ આપવામાં આવ્યું છે. આ જ રીતે સુગમ્ય ભારત અભિયાન દ્વારા સાર્વજનિક જગ્યા અને સરકારી કાર્યાલયોમાં દિવ્યાંગજનો માટે સરળ આવન-જાવન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત સરકારે ૨૦૧૯થી ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમની શરૂઆત પણ કરી છે. દિવ્યાંગ સાધન સહાય યોજનામાં બમણો લાભ આપવામાં આવી રહ્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓને મુદતી ધિરાણ, શૈક્ષણિક હેતુ માટે ધિરાણ, માઈક્રો ફાઈનાન્સ જેવી યોજનાઓ દ્વારા આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ બનાવવા વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.આ ઉપરાંત તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને સંત સુરદાસ યોજનામાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દિવ્યાંગોને એસ.ટી. બસમાં મફત મુસાફરીની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. પહેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી પણ હવે સંપૂર્ણ સંવેદનાથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓને તેમના જીવનમાં ઓશિયાળાપણા હોવાનો ભોગ ન બનવું પડે અને તેઓ પણ સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હરહંમેશ કટીબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com