ગુજરાતમાં જેટલી મહાનગરપાલિકાઓ તથા એસટી બસ સ્ટેન્ડો છે, ત્યાં હવે કોન્ટ્રાક્ટરો ફાટ્યા છે , ખૂંટીયાઓ દ્વારા ભારે લૂંટ મચાવી છે, ત્યારે સૌચાલયના નામે જે લેવાતા હતા તેમાં ૫૦% ભાવમાં વધારો થયો છે, પહેલા છી… છી…( સંડાસ ) ના પાંચ રૂપિયા હતા તેનો ભાવ ૧૦ રૂપિયા થઈ ગયો અને હવે ઘણી જગ્યાએ જે ટોયલેટ એટલે કે પી..પી.. કરવાના ફ્રી ની સામે હવે બે થી પાંચ રૂપિયા થઈ ગયા છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોની નહીં, અબજાે રૂપિયા ની ગ્રાન્ટો મેળવતી મનપાના દ્વારા સંચાલિતથી લઈને એસટી નિગમના શૌચાલયમાં પણ લૂંટમાર મચાવી છે, દેખાય ફક્ત પાંચ રૂપિયા પણ રોજ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડનું જાવ તો રોજના એક હજાર થી વધારે મુસાફરો પીપી કરે છે, ત્યારે પીપીની કમાણી જાણો તો આખો પહોળી થઈ જાય, પી..પી..ના પાંચ રૂપિયા લેખે ૧ હજાર ગણવામાં આવે તો રોજની ૫,૦૦૦ ની આવક અને મહિને ૧.૩૦ હજાર જેટલી રકમ કમાય છે, ત્યારે હવે દોડો કમાવવા શૌચાલયના કોન્ટ્રાક્ટો મેળવો,
Gj-૧૮,gj -૧ મનપા ખાતે તથા એસ.ટી જેટલા બસ સ્ટેન્ડ છે, ત્યાં આ લોકોએ લૂંટવાનો કારસો રચ્યો છે, ત્યારે હવે જુમસે ગુજરાત, અને રોડ રસ્તા પર તથા જાહેરમાં બંબુડા છોડશે ગુજરાત, તેવી હાલત થયેલી છે, સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરીને શૌચાલાયો બનાવ્યા તથા મેન્ટેનન્સથી લઈને અમુક પગાર તથા છીછીના પણ પૈસા તે ચાર્જના લઈ જાય ત્યારે રહેવાનું આશીયાના પણ શૌચાલયમાં બનાવી દીધા છે, સવારે લારી-ગલ્લા વાળાઓ અહીંયા પાણી ભરી જાય તેના પણ પૈસા લે ત્યારે હવે સ્થિતિ જે સાફ-સફાઈ ની સુધરી હતી અને જાહેરમાં લોકો શૌચાલય કરવા જતા હતા તે શૌચાલયમાં જતા થઈ ગયા હતા, સ્વચ્છતા અભિયાનનું મિશનગન જેવું રહ્યું છે, પણ હવે આ સ્વચ્છતા અભિયાનનું સુરસુરિયું કરવા કોન્ટ્રાક્ટો દ્વારા કમાવવાના નામે કરેલી સાંઢ ગાંઠ થી તંત્ર અને સરકારની બદનામી થઈ રહી છે, ત્યારે મનપા દ્વારા અને એસટી નિગમ દ્વારા પીપી માટે કોઈ નવો વટહુકમ લૂંટવાનો બહાર પાડ્યો નથી, બાકી જેની લાઠી એની ભેંસ જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે લૂંટણીયા અને ખૂંટીયાઓની એવા કોન્ટ્રાક્ટરો હવે સરકારના આદેશ કે હુકમ વગર જ બોર્ડ લગાવીને લૂંટ મચાવી દીધી છે, ત્યારે કુદરતી ક્રિયાઓનો અને તે પીપી નો બે થી પાંચ રૂપિયાનો અનેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે પહેલા અડીખમ ગુજરાત વેગવંતુ ગુજરાત ઝુમતું ગુજરાત, હવે બંબુડા ગુજરાત?
જાહેરમાં શૌચાલય કરવાવાળા બંધ થઈ ગયા, ત્યારે સુધારો આવ્યો હવે બે રૂપિયા અને પાંચ રૂપિયા ચાર્જ જે મહાનગરપાલિકાઓ અને એસટી નિગમના બસ સ્ટેન્ડ ઉપર લગાવીને રોજના પાંચ હજાર અને મહિના ૧.૫૦ લાખ કમાય છે, ગુજરાત હવે બંબુડાથી ખાતર નાખશે ગુજરાત, બધા ધંધા છોડો હવે કમાવાનું આમાં છે, બધું મનપા અને એસટીનું, નકલી સરકારી કચેરી ટોલનાકું હવે બોગસ હુકમો દ્વારા પોતાના ઘરના ફરફરીયા કાઢીને બે રૂપિયા પાંચ રૂપિયાનું લૂંટ ચલાવતા સંચાલકો