જસુ જાેરદારનો ઝટકો, કૌભાંડ થતા પહેલા ફટકો, તંત્રનો ખટકો, કોન્ટ્રાક્ટરો સરકો જેવો ઘાટ

Spread the love


GJ -૧૮ ખાતે મનપા ઘણી ગવાઇ ગઇ છે, ત્યારે દાદા અને કાકા દિલ્હીથી અબજાે રૂપિયાની ગ્રાન્ટો મોકલે છે, એટલે લહેર કરો, ત્યારે અબજો રૂપિયાનો વહીવટ કરતી મનપામાં ભ્રષ્ટાચારનો મોટો લુણો લાગ્યો છે, પીપીના પણ પૈસા શૌચાલયમાં માંગી રહ્યા છે, ત્યારે ચરેડી વોટર સ્ટેશનમાં વધુ એક કૌભાંડ થાય તે પહેલા જશુ જાેરદારે અનેકોને ઝટકો આપ્યો છે, આમ પણ ૪૪૦ વોલ્ટનો ઝટકો આપવામાં પાવરફુલ છે, ચેરમેનની જાગૃતતા દાખવીને આ કૌભાંડ અટકાવી દીધું છે અને તે માટે કરવામાં આવેલી દરખાસ્ત રદ કરી દેવા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે. પાઇપલાઇન શિફ્ટ કરવાના નામે ૩૮ લાખનો ખર્ચ મંજૂર કરવાની પ્રપોઝલ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રૂબરૂ જઇને સ્થળ ચકાસણી કરતા આ ખર્ચ કરવાને બદલે માત્ર પાઇપલાઇનને વળાંક આપીને કામ થઇ જાય તેમ હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી આ ખર્ચ બિનજરૂરી હોવાનો મત વ્યક્ત કરી તેની દરખાસ્ત રદ કરવા જણાવ્યું છે.ચરેડી વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સ્ટેશન પાસેના પ્લોટના ખુણામાં પાણી પૂરવઠા બોર્ડની ૨૪ કલાક પાણીના પ્રોજેક્ટ માટે નાખવામાં આવેલી ૮૧૩ મીલીમીટર વ્યાસની પાણી સપ્લાયની પાઇપલાઇન નડતરરૂપ હોવાથી તેને ખસેડવા માટે કુલ ૩૭.૧૬ લાખ રૂપિયાના વધારાના ખર્ચની મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તના પગલે સ્ટેન્ડિંગ ચેરમેન જશવંત પટેલે પાણીની લાઇનના એલાઇનમેન્ટનું ડ્રોઇંગ મંગાવીને તેનો અભ્યાસ કર્યો હતો અને રૂબરૂ સ્થળ પર જઇને ચાલુ કામનું નિરિક્ષણ કર્યુંહ તું. જે દરમિયાન તેમને ખ્યાલ આવ્યો હતો કે વધારાના ૩૭.૧૬ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની કોઇ જરૂરિયાત જણાતી નથી. આ લાઇન ખસેડ્યા વિના જરૂરી ક્ષમતાવાળા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનને રીડીઝાઇન કરી અમલમાં મૂકી શકાય તેવા વિકલ્પો પણ છે.
આ મામલે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આ પાઇપલાઇનમાંથી હાલ પંપ કરેલું પાણી ટ્રીટમેન્ટ માટે પસાર થાય છે. વોટર સ્ટેશનના જે ખુણામાંથી પાણીની આ લાઇન પસાર થાય છે તે ખુણામાં હાલ કામ થયું નથી. સંગ્રહ ક્ષમતામાં ફેરફાર કર્યા વિના માત્ર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની લંબાઇ અને પહોળાઇમાં સામાન્ય ફેરફાર કરવાથી પાઇપલાઇન છે તે કોર્નરને છંછેડ્યા વિના ૨૦ એમએલડી કેપેસિટીનું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ડિઝાઇન કરી શકાય તેમ છે.
પાણીની લાઇન શિફ્ટ કરવાથઈ થતા ૩૮ લાખના માતબર ખર્ચ અને શિફ્ટીંગ કરી નવા એલાઇનમેન્ટમાં આ પાણીની લાઇનને વળાંક આપવાથી થતા દૈનિક ઉર્જાનો બિનજરૂરી વ્યય અને પ્રેશર ડ્રોપ અટકાવી શકાય છે. આ મામલે તેમણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના સિનિયર એન્જિનિયર સાથે પણ ચર્ચા કરી છે. આથી લાઇન શિફ્ટીંગ નહીં કરવા અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની લંબાઇ અને પહોળાઇ રી-ડિઝાઇન કરી ૩૮ લાખ રૂપિયાનો બચાવ કરવા માટે કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને જણાવવામાં આવ્યું છે.
રૂપિયા ૩૯ લાખના માટીકામ કૌભાંડ મામલે પણ સ્પષ્ટતા માગવામાં આવી, ચરેડી વોટર સ્ટેશનમાં આ અગાઉ પણ માટી કાઢીને તેને દૂર નાખવા જવાના નામે ૩૯.૩૩ લાખ રૂપિયા મંજૂર કરવાની દરખાસ્તમાં પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દરખાસ્ત ખોટી હોવાનું પકડી પડાયું હતું અને ખોટીરીતે મહાનગરપાલિકામાંથી નાણા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ મામલે જે તે વખતે એજન્સીની દરખાસ્તને આગળ મોકલનાર અધિકારીનો ખુલાસો મોકલવા કમિશનરને સૂચના આપી હતી. પરંતુ હજુ સુધી આ ખુલાસો આપવામાં આવ્યો નથી. જેથી સ્ટેન્ડિંગ ચેરમેને પોતાના પત્રમાં કમિશનરને ફરી એકવખત આ મુદ્દે રીમાઇન્ડર આપીને જવાબદાર અધિકારીનો ખુલાસો મોકલવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com